________________
દયાનું દાન કે દેવ કુમાર
૨૭૭.
જોઈએ એમ કહીં દેવકુમારનાં વસ્ત્રો લે છે. દેવ કુમાર તેને એક વીંટી ભેટ આપે છે એટલામાં દેવકુમારની પત્ની જયમાલા આવે છે અને આ કપટ યુક્તજાલ છે એમ સમજાવી દેવકુમારને પૂજ્ય માતુશ્રી ચંદ્રદેવીની અને મિત્ર પ્રિયકુમારની સલાહ
લેવાનું કહે છે. પ્રકરણ ૪ થું-–મખજી મંત્રવાદી સ્ત્રી વેશે જનાનખાનામાં જઈ સ્વરૂપાદેવીને મળે છે તથા
દેવકુમાર સાથે થએલી વાત અથથી ઇતિ સુધી કહે છે. સ્વરૂપા–તેને સાબાશી આપે છે પરંતુ જ્યાં સુધી દેવકુમારને પ્રિયકુમાર સાથે મિત્રતા છે ત્યાં સુધી બરાબર ઠીક નહિ ફાવે એવો વિચાર કરી. પ્રિયકુમારની જ યમાલા સાથે અશિષ્ટ વર્તણુક છે એવું પ્રત્યક્ષ તરકટ ઉભું કરી, દેવકુમાર અને પ્રિયકુમાર વચ્ચે સન્ત તકરાર
ઉભી કરે છે. પ્રકરણ ૫ મું–પ્રભૂતસિંહ સ્મશાનમાં થએલો મંત્ર પ્રયોગ નજરે જુએ છે. બીજે દિવસે
સવારમાં કચેરીમાં પોતે સઘળી હકીકત કહે છે અને દેવકુમાર તથા મનજીને શું શિક્ષા કરવી એ વિચાર ચલાવે છે. અંતે પ્રધાન અને પુરેહિતના આમહથી બનેને દેશનિકાલની સજા કરે છે. દેવકુમાર પ્રભાતસિંહને આવી અન્યાય
ભરેલી રાજનીતિના ફળને બદલો ખરાબ મળશે એમ કહી ચાલ્યો જાય છે. પ્રકરણ ૬ ઠું---રવરૂપા અને તેની દાસી નવલિકા પ્રભાતસિંહને પદયુત કરી પિતાના કુંવર
હરકુમારને ગાદી અપાવવા પેરવી કરે છે તેમાં સેનાપતિ મલયસિંહની મદદ માગે છે,
પ્રકરણ ૭ મું.
આ કાળ રાત્રીએ, તમરાંના તીણો અવાજ વચ્ચે, ઉતાવળી ચાલે, અભિસારિકા વેશે આ સ્ત્રી જેવું કશું જાય છે? શું તેને આ અંધારાની કહીક નથી ? શું તેના પર કોઈ વડીલ નથી? શું તે સ્વતંત્ર છે? શા માટે તેણે આમ સ્પામ વસ્ત્ર પહેર્યા છે? શા માટે ઉતાવળી ને વળી ખ્વીતી બીતી ચાલે છે? જો પાછું ફરી જોયું ! કેમ ચારે તરફ જુએ છે? જોયું પાછી લુગડાં સકિરતી જાય છે ? અરે ! કેમ પાછી ધીમી પડી ગઈ? હું, કોઈ આવતું હશે ? એ વળી કોણ આવે છે ? તેણે શા માટે શ્યામ વ સજ્યાં છે? પણ તે કંઈ સ્ત્રી નથી; જુઓ તેની પાસે કંઈક તરવાર જેવું જણાય છે. માથે પણ કંઈક પાઘડી જેવું ઉંચું ઉચું લાગે છે. તેને વળી શી આટલી બધી ઉતાવળ છે? શું કંઇ ભાગી જાય છે? વટી જાય છે? આ સ્ત્રી શા માટે ઉભી રહી ? કેમ તેની રાહ જુએ છે કે શું ? ખરેખર તેની રાહ જુએ છે પણ જુઓ પાછી ચાલી. ખરેખર બહુ અધીરી લાગે છે. અરે ! પણ આટલી અધીરાઈ હોય ? કયાં જતું રહેવાનું છે ? અરે પણ જુઓ તે ખરાં એ બન્ને મળ્યાં. ખરેખર સામી વ્યક્તિ પણ આ અભિસારિકા માટેજ આવેલ છે. કયાં ચાલ્યાં પાછી. હવે તે એ બેમાંથી એક ઓળખાતું પણ નથી. અહે, કેવાં ચુપકીથી ચાલે છે. બહુ ડાકણ લાગે છે, જે આમ હોય તે આ તરવાર શા કામની ? તરવારવાળા નર કરતા હશે? કેમ ન કરે? ત્યારે શું બાથલા ? બીજું શું ? અત્યારે તે તરવારો દેખાડવાની જ. જુઓ