________________
૨૭૮
બુદ્ધિપ્રભા.
પેલા બે એ જાય. હવે તે ઉતાવળાં ચાલ્યાં. વાચક ! ચાલો આપણે પણ ઉતાવળે પહોંચી જઇએ. ખરેખર કંઈક દાળમાં કાળું છે. ચાલો તે ખરા જોઈએ; શું બને છે, એ ત્યાં આપણે
અહે કેવો સુંદર આવાસ છે? શું તેમાં તેઓ જશે ? ખરેખર ત્યજ ગયાં. ચાલ ચાલ ઉતાવળે પગ ઉપાડ નહિ તે વળી રહી જઇશું. બધા તાલ બગડશે. ચાલો પહોંચ્યા ખરા. વાહ, કેવું સુંદર મહાલય ? જે પેલા તકતા, જે પેલી હાંડીઓ, અહોહો, જો તો ખરો પણે શું પેલા ગાલીચા પાથર્યા છે ? એ વાત પછી એકવાર પહશે તે ક્રિયા કાંડ છે ? અરે, જે ખરો બન્નેએ શ્યામ વસ્ત્ર ઉતાર્યો. અરરર આતે તેમને ન અવતાર થશે ? જે ખરો પેલી સ્ત્રી એ કેણ રંભા ? મેનકા ? ના ના સ્વરૂપ ? અરે હોય? એ તે નવે. લિકા છે. ભૂલો છે, એતો જયમાલા, કય જયમાલા? એતો પેલી મખની ઘણયાણી લટકડી બાઈ. અરે ગમે તે હોય પણ રાંડે આટલાં બધાં ઘરેણું કયાંથી આર્યા. શું કુબેરને ભંડાર લુંટ કે શું ઈન્દ્રની સ્મૃદ્ધિ આણી. ગમે તે હેય. સાંભળને એ બેની વાત છે હશે એ ખબર પડશે. કંઈ છાબડે ઢાંકો સૂરજ રહેવાના છે. જુઓ સાંભળે વાતની શરૂઆત થઈ.
“ અત્યાર સુધી તો દાવ સવળા પડયા છે. ”
ભવિષ્યમાં પણ એમજ થશે. ” ખરેખર રાણી તે તારી આગળ ઢીંગલીની માફક નાચે છે.” એ બધા આપના પ્રતાપ. આપની આગળ રાજ નાચે ને” ને મારી આગળ રાણી; એમજ ને ?”
દેવકુમાર ગો એ તે ઠીક પરંતુ જ્યાં સુધી તે હયાત હશે ત્યાં સુધી આપણું નહિ ફાવે; પછી હરકુમારનું તે થઈ પડશે.”
એમ ગભરાયે માં પાર આવવાનો છે. થઈ પડશે એ તે. ” ( વાચક ! જણાયું હશે કે પુરૂષ તે મયલ સિંહને સ્ત્રી તે નલિ. )
“ જાઓ તો ચેતતા નર સદા સુખી. આગળથી વિચારવું એ વધારે સારું, ” નલિકાએ કહ્યું.
મને તો લાગે છે કે દેવકુમાર કરતાં રાજાની વધારે અડચણ છે. તે સાલ વચ્ચેથી જાય તે બધુંય થઈ પડે. ” મયલસિંહે કહ્યું.
ત્યારે પેલી રાંડ ચંદ્રદેવીનું પણ શું કામ છે ?” નલિકાએ કહ્યું. “ એ પણ ખરી વાત.”
એ બાબતને હું રાણીને મળી બંબસ્ત કરીશ ને પછી આપને વરધી કહેવરાવું અગર કહેવા આવું એ પ્રમાણે કરવું. ”
“આવી બાબતમાં જાતે આવવું એ વધારે સારું છે. ” “ તે ભલે એમ.” નલિકાએ કહ્યું.
મનજી પણ દેવકુમારની સાથેજ ગમે કેમ ?” મયલસિંહે પૂછ્યું.
“ હા; પણ એને રાણી તથા મહું વચન આપ્યું છે કે, થોડા સમય પછી પાછો લાવ.” નલિકાએ કહ્યું.