SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા ષમાં સલાહ લઈ તેની સાથે તેનું લગ્ન કરે છે. માબાપ પણ વિલક્ષણ તથા દુનિયાના બેલ જેપલા હેવાથી તે બાળિકાની જીંદગી ભવિષ્યમાં કેમ સુધર તથા તે સાસરે જઈ પિતા ની આબરૂ કેમ વધારે તથા પોતાની બાલિકાને સંભાળવાની શક્તિ તેના પતિમા તથા તેમના ઉપર યોગ્ય પ્રીતિ તથા દાબ રાખવાની શક્તિ હોય તેવા લાજ મર્યાદાવાળા સુખી કુટુંબમાં જ પિતાની કન્યા પરણાવે છે તેથી તે કન્યાનું લગ્ન થયા પછી સાસરે સારી રીતે રહી શકે છે તથા પરણનાર પતિ પિતાની તે કન્યા પ્રત્યે કેવી ફરજ છે તે પણ સારી રીતે સમજે માટે લગ્ન વખતે માટી ધામધુમ કરવામાં આવે છે. રાજને ગાદીએ બેસાડવામાં જેવી ક્રીયા કેટલાક દિવસ પહેલા કરવામાં આવે છે તેવી સારા મુહુર્તથી તે લગ્નના દિવસ સુધી તેને ઘેરઘેર ઘેડે બેસાડી પધરામણી કરાવી ભેટ આપી બહુમાન કરે છે તથા લગ્નના દિવસે વિધિપૂ ર્વક અભિષેક ( સ્નાન) કરી સારા વસ્ત્રાલંકારે શણગારી હારે માણસ પાછળ રહી તેને મોખરે ઘોડા ઉપર બેસાડી પરણવા લઈ જાય છે જેના મોઢા આગળ મધુર સ્વરે વાજ વાગે છે, માથા ઉપર છત્ર ધરાય છે, ચામર વિંજાય છે. ભાટ બિરૂદાવળી બોલે છે અને પુ. રૂષ વર્ગના પછવાડે સ્ત્રીઓ ધવળમંગળનાં ગીત ગાય છે. લગ્ન વખતે કન્યાને પણ તેજ પ્રમાણે સ્નાન કરાવી વસ્ત્રાલંકારે શણગારી તૈયાર રાખે છે. વર આવતાં સાસુ પાંખીને ઘરમાં પધરાવે છે. ચેરીમાં તથાં દેવી આગળ જે ક્રિયા કરવાની હોય તે કરીને પછી યથાશક્તિ કન્યાને બાપ જમાઈને તથા દીકરીને દાન આપે છે તથા વરનો બાપ પુત્ર વધુ ને દાન આપે છે. પછી કન્યાને પતિના ઘરે કન્યાનાં માબાપ પતિ સાથે શીખામણ આપી મોકલાવે છે તથા તેજ શહેરમાં લગ્ન થયું હોય તો ત્યાંસુધી વેવળાવી પાછાં આવે છે. આ ક્રિયા એક નાટકના તમારા જેવી નથી પણ પ્રતિજ્ઞા પૂર્વક વચનથી. પતિ તે કન્યાને પાળવા માટે તથા સારા રસ્તે ચડાવવા માટે બંધાયેલો છે તેવી જ રીતે કન્યાએ પિતાની સઘળી બાળ ચેષ્ટા ત્યાગી પતિની તથા સાસુ સસરાની આજ્ઞા પાળી પિતાની આબરૂ વધારવાની છે–આ લગ્નક્રિયા અહીં આ કાળમાં ઋષભદેવના સમયથી શરૂ થઈ છે તે પહેલાં પગલિક ધર્મ ચાલતે અને ઈદ્ર જાણી દેવાંગના એ તેમાં ભાગ લીધો હતો અને રૂષભદેવથી આ જનધર્મ શરૂ થએ હેવાથી જૈન લગ્નવિધિ પ્રથમ શરૂ થએલી સંભવે છે તે જેનેએ લગ્નવિધિ કર્યા પછી પોતે કોઈ પણ જગ્યાએ દુરાચાર સેવે તે પોતાના ધર્મનું અપમાન કરેલું - ણાય તેથી ઉત્તમ જેનો સ્વપને પણ પરદાર કે વેશ્યા કે કુંવારી કે વિધવાને સંગ વાંછતા નથી પણ પોતાની પરણેલી પ્રેમદામાંજ રસદ્ધિવિના પર્વતિથિ ત્યાગી તે સંસાર સેવે છે તે આ લોકમાં આબરૂ મેળવે છે અને પરલેકમાં સદ્ગતિ મેળવે છે. તેવી રીતે દરેક સ્થળે લગ્ન વિધિ પૂર્વીજ પ્રમાણિક પુરથી શરૂ થએલી હેવાથી તે પ્રમાણે તેમના અનુયાયિઓ ચાલી મર્યાદામાં રહે છે. તેમ પૂર્ણચંદ્ર રાજાએ પણ ગુણસેનકુમારને યોગ્ય ઉમરે આવેલા જે તેને રેગ્ય કન્યાધી મોટા ઉત્સવથી પરણાવેલ હતું અને પોતાની પરણેલી પ્રેમદાને તે સંતોષ આપતે જોઈ તેનામાં પત્ની માફક પ્રજાને પશુ પાળવાની યોગ્યતા આવી છે તેમ જોઈ પોતાની અંત અવસ્થામાં રાજા ધર્મ આરાધના કરવાને તૈયાર થઈ પિતે રાજભાર - માં પ્રજાને સંભાળવાને સર્વ અધિકાર પુત્રને મેં જેથી ગુસેનકુમાર હવે ગણુસેજ મહારાજ તરીકે લોકમાં ઓળખાવા લાગ્યો હતો.
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy