________________
પખાને સંબોધન.
૨૨૭
જેની કાયા વચન મનડું એક રૂપે રહેલું, જેના સંગે ગુણજ ઉપજે દોષવૃન્દ ફરે છે; તેવા આર્યો જનની જણશે વિશ્વમાં દેવ જેવા, તેને સંગ પ્રતિદિન મળે મોક્ષનું દ્વાર તે છે. દુઓ વેઠી પરસુખ કરે સામ્યથી વિચરે જે, ઉત્સાહી છે ગમન કરતા મોક્ષના માર્ગમાંહી; જૈને આ મહતલ વિષે સર્વદા વૃદ્ધિ પામે, બુદ્ધ બ્ધિની હૃદય રચના સૃષ્ટિ રૂપે બને એ.
- સં. ૧૯૬૮ ફાગણ વદી ૨, પાદરા,
વાસના બાછાઓ હૃદય ઉપજે જ્ઞાનથી શાન્ત થાતી વારયત્ન ટળી જઈ ફરી વાસના ચિત્ત જાગે; વારી વેગે ઉદય થઈને વાસના દુઃખ આપે, દાબેલી તે મનભૂમિ વિષે હેતુથી ઉદ્ભવે છે. કામેચ્છાની સકલ ઘટના બીજરૂપે રહે છે, સામગ્રીને સમય લહીને ઉદયે તે વહે છે; શરા સન્ત બહુ બળથકી ખૂબ તેને હઠાવે, દાબી દાબી બહુ ક્ષય કરે બીજને બાળી નાંખે. કામેચ્છાનાં સકલ બીજ કે વેદ સંસ્કાર રૂપે, તેમાં નકકી પ્રકૃતિ મહિમા મૂળ છે સર્વનું તે; છેદે તેને ઉદય ન રહે વેદ પુરૂષાદિ છેદો, જ્ઞાને ધ્યાને ઉદય હઠશે મેહનું જોર ભાગે. રેરે પ્રાણી ધીરજ ત્યજ ના કામને દે હઠાવી, જ્યારે ત્યારે સમજ સઘળું કાર્ય આ સાધવાનું હારી શકિત બહુજ વધશે આવશે હાથ બાજી, ધીમે ધીમે સકલ ટળશે ચિત્તની વાસનાઓ. પૂર્વે મોટા મુનિવર થયા માર્ગ આ સત્ય લીધે, ચાલ્યા જા તું શિવપથવિષે પૂર્ણ શ્રદ્ધા ધરીને, જ્ઞાનધાને શિવપથ વિધી પામવી સત્ય સિદ્ધિ, બુદ્ધયશ્વિની હૃદય સ્કુરણું પ્રેમથી ઉચ્ચ થાતી.
સં. ૧૯૬૮ તા. વા. ૨