________________
બાતૃભાવ,
૨૫
આ ગુણ ખીલવાથી સંપ વધી શકે છે એટલું જ નહિ પરંતુ મનુષ્ય તેથી કરી ઘણું વ• ખત સાહસ કરતાં બચે છે, કેઈએ કંઈ મને દુઃખાય એવું કર્યું કે કહ્યું કે કરાયું કે કેઈને કંઈ કરતાં દેખ્યું, કે તરત માણસનો પિત્ત ઉછળી જાય છે અને ન કરવાનું કાર્ય સાહસ બુદ્ધિથી દેરાઈ કરી દે છે અને તેથી કરી તેને પશ્ચાતાપને શરણ થવું પડે છે ને નુકશાનના ખાડામાં ઉતરવું પડે છે પરંતુ જો તેને પોતાની અંદર સહનશીલતાને ગુણ ખીલવ્યો હોય તો તે એકદમ પિતાના તુરંગ ને સત્કાર ન આપતાં તે સંબંધી થડે વખત વિચાર કરવાની તક લેવી ને પછી કાર્યને ઉચિત કરવું હોય તે કરવું. આવી રીતે સાહસપણાને ત્યજવાને પણ સહનશીલતાને ગુણ ધારણ કરવા યોગ્ય છે. સાહસ કરવાથી પ્રેમભાવ,—મત્રી ભાવ, ભ્રાતૃભાવ ગુટે છે એ જગ પ્રસિદ્ધ વાત છે. સા. હસ માટે કવીશ્વર દલપત્તરામ કહે છે કે,
સાહસ કામ કર્યો થકી હાય હર્ષને નાશ માટે અયોગ્ય સાહસન ત્યાગ કરવાને સહન શીલતાનો ગુણ ખીલવો જોઈએ.
વળી સહનશીલતાને ગુણ ખીલવવાથી ક્રાધપર જય મેળવી શકાય છે. કે એ એવી વસ્તુ છે કે જેમ દાવાનળ થવાથી સઘળું વન બળી જાય છે તેમજ માણસને કે થવાથી તેની સઘળી આત્મસંપતિઓ નાશ પામે છે અને પ્રીતિ ઉપર પાણી ફેરવે છે. આત્મસંપત્તિઓ શાંતિના ગુણથી ખીલે છે અને ક્રોધથી બને છે તેથી કરી શરીર પણ ધીકતુને ધીકતું રહે છે કારણ કે ક્રોધ ઉષ્ણતાને ભજે છે અને જ્યાં ઉષ્ણતા હોય ત્યાં શીતલતાન છટે પણ કયાંથી સંભવી શકે. જ્યાં શીતલતા ના હોય, ચિત્ત સદાય રખતું હોય તો તેવા મનુષ્યના પ્રસંગમાં આવનાર અન્ય મનુષ્યને કયાંથી શાંતિ મળી શકે, માટે ક્રોધનો જય કરવામાં ને ભ્રાતૃભાવની વૃદ્ધિ કરવામાં સહનશીલતાનો ગુણ ખીલવો જોઈએ. ગામ ખાવાથી સહનશીલતાના ગુણની પ્રાપ્તિ થાય છે. ગમ ખાવાને માટે શાસ્ત્રકારે વણુક બુદ્ધિને પ્રાધાન્યપદ આપ્યું છે. તેના માટે સાધારણ નિચે મુજબ ઉક્તિ છે.
આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ બુદ્ધિ બ્રહ્મ,
તરત બુદ્ધિ તરકડે તે ગોદે મારે ગમ. ગમ ખાવી એટલે કે ઈપણ અનિચ્છિત કાર્યારંભે વસ્તુનો આઘાત થતાં એકદમ તેને અમલમાં મુકવા કોશીશ ન કરવી પરંતુ તે ઉપર દીર્ધદષ્ટિથી વિચાર કરી તેને અમલ કરે તેને ગમ ખાવી કહે છે. ગમ ખાવામાં ઘણો જ ફાયદો છે. વખતે તેમાંથી ન ધારે લાભ પણ મળે છે. માટે કઈ વખત કોઈપણ લાગણીને આઘાત થતાં તરક્ષણે તેના ઉપાય ન જતાં તેના ઉપર વિચાર કરવો અને તે જે સમજશક્તિમાં ન આવે તેમ હોય તો અન્યસત અને વિદ્વાનની સલાહ લઈ તત મુજબ અમલ કરવો. આમ કરવાથી ભૂલને પાત્ર થતાં અટકી જવાય છે. આપણામાં સાધારણ કહેવત છે કે અણી ચુકયો સે વર્ષ જીવે. આમાં કેટલો બધો ગૂઢાર્થ છે કે તે તેના ઉપર વિચાર કરનારને કે તેને અનુભવ કરનારને સારી રીતે પરખાય એમ છે. દરેક ગમગીનીના પ્રસંગમાં કે અકસ્માતના પ્રસંગમાં ગમ ખાવાની ટેવ પાડવી જેથી વખતે ભ્રાતૃભાવમાં વિક્ષેપ થાય નહિ.
વળી ઉપકાર કરવાથી, દાન દેવાથી પણ ભ્રાતૃભાવ વધી શકે છે. એક કુતરો પણ એ an u in
S S S Aીની - ૧૦૦ - - ••• : 25