SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ બુદ્ધિપ્રભા. આત્મસ્વરૂપનું ભાન થાય છે, તેની રિદ્ધિનું આરવાદન થાય છે અને તેથી અહિક તેમ પારલૌકિક છંદગીનું સાર્થક થાય છે માટે જે કંઈ પણ દિવસ અને કઈ પણ સ્થળે મનુષ્ય સુખમાં જીવન નિર્ગમન કરવા ધારતા હોય તે તેમણે ભ્રાતૃભાવ ઉચ્ચ પ્રમાણમાં ખીલવવો જોઈએ. જે માગ સુધે હોય તે રસ્તે ચાલતા દરેક પથિકને સુગમ પડે છે, પરંતુ વાકાચુ કે, ગલી કુચીને કાંટા ઝડી વાળો હોય તે તે વટિકને સુલભ પડતો નથી તેવીજ રીતે દરેક આદમીનું સાધ્યબિંદુ આ જીવન નિકાને સંસાર સાગરથી કેમ પાર ઉતારવી એજ હોવું જોઈએ. હુંપદ, અદેખાઈ, વાર્થ વૃત્તિ, કલેશ રૂપી ખરાબા સંસાર સાગર તરતાં નડે તો તેને બ્રાતૃભાવરૂપી પ્રેમ પાયમાલ કરવા જોઈએ અને જીવન નૈકાને સંસાર સાગરની પાર ઉતારવી જોઈએ. માત્મવત્ સર્વમૂલુ યઃ ઘણાદિ : પતિ. જે પોતાના આત્માની સમાન સર્વેને જુએ છે તે જ ખરૂં જુએ છે. આ ઉમા વાક્યની સમીપ લાવનાર બ્રાતૃભાવ છે. ભ્રાતૃભાવ ખીલવનારે રવાર્યપરાયણ થવું જોઈએ નહિ કારણ કે જ્યાં સ્વાર્થને અપાર પછેડે થયો ત્યાં પછી આંધળા માણસને જેમ પ્રકાશ નામ છે-નિરુપયોગી છે તેમ તે બ્રાતૃભાવને પીછાની શકતું નથી. અત્યારે ઘણે નાગ સ્વાર્થ અને મતલબીઓ જોવામાં આવે છે. સ્વાથી માણસે હમેશાં નીચ, એલ પિટીઆ, અને હલકા ગણાય છે, માટે સ્વાર્થ પણે ત્યાગવું જોઇએ. પાણી આપને પાય ભલું ભેજન દીજે, આવી નમાવે શીશ દંડવત કોડે કીજે. આવી રીતે જે ઉપકાર થયો હોય તેના પ્રતિકુળમાં તેને દશઘણે ઉપકાર કરે. ખરી સાજપાની, દાક્ષિણ્યતાની, અને ઉમદાની તેવીજ વલણ હોવી જોઈએ. વળી ભાતૃભાવ ખીલવવામાં સહનશીલતા અને ઉપકાર બુદ્ધિ બહુજ જરૂરનાં છે. સંપ વધારવામાં પા પરસ્પર પ્રેમની સાંકળ જોડવામાં સહનશીલતાની ખાસ જરૂર છે. કોઈ વખત કે સર્વેને ફાયદા કારક એવું ઇચ્છિત કાર્ય સાથે મળી ઉપાડ્યું. તેમાં વખતે કેઈ નંદાઈ કે લુચ્ચાઈ કરે તે તે વખતે તેના સામું લક્ષ્ય કરી ઈચ્છિત કાર્ય કરવા પ્રતિજ લક્ષ્ય પરાવવું, નહીં તે પછી કલાણાએ કર્યું ને ફલાણુએ ન કર્યું એવી ન્યાય અન્યાયની ભાજગડમાં “ બે બીલાડીઓને વાંદરાની જેમ ” નવા પ્રસંગ આવે. માટે કદાચ કાછ અંદર કૃતની નિવડે તે તેના ઉપર ઉપકાર દ્રષ્ટિથી જોવું અને તેના બદલ જે કંઇ વધુ બે પડે તે ઉપાડવો એજ ખરી સહનશીલતા છે. સંપ કરવામાં સહનશીલ તાને ગુણ અગત્યનો ભાગ ભજવે છે. અત્યારે આપણે જોઇશું તો આપણને જણાશે કે આપણામાં જે અશાંતિનું વાદળ છવાઈ રહ્યું છે, સૈ સરખી વહેલમાં બેસવા જાય છે, પૈ. સાનું પૂર્ણ જેસમાં પાણી થાય છે, જ્ઞાનની તેમજ જ્ઞાનીની કિંમત અંકાતી નથી, કર્તવ્યની બુજ નથી કે પ્રતિ દિદં ત્ એ અમુક વ્યક્તિને મુદ્રાલેખ લાગે છે. આમ થવાનું કારણ શું ? મને તે તે સહનશીલતાના ગુણની ખામી સિવાય બીજું કંઈ લાગતું નથી કારણકે સહનશીલતા હોય છે તેજ મોટું મન રહે છે, અને ગુહાની ક્ષમા અપાય છે. ક્ષમાગુણને જે કોઈ પણ ખીલવનાર વસ્તુ હોય તો તે સહનશીલતાનેજ ગુણ છે. આ ગુણની આધુનિક સમયમાં ઘણી જ ખામી છે. ક્ષમા એજ વીર પુરૂષાનું ભૂષણ છે,
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy