SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સંકલ્પ બળ. ૧૭૫ વિચારો ને આરોએ એ બેને પરસ્પર કેવો રમણિય સંબંધ છે, ને શાંતિ દાયક છે. ક્તિવર્ધક-આનંદ દાયક-વિચારોથી આરોગ્ય કેટલું જલદી વધે છે, તે સંબંધી શાસ્ત્રીય માહીતી મળવાથી સર્વ દેખને આનંદ થયા શિવાય રહેશે નહી. બીજા અનેક શાસ્ત્ર પ્રમાછે માનસિક શાસ્ત્રી પણ માનવ જાતિને અત્યંત ઉપયુકત શાસ્ત્ર છે. આ નવીન માનસિક શ્રાસ્ત્રની ઘણું ઘેડાને જ માહીતી હોય છે. ભારતવાસીઓની હમેશાની-નુતન શાસ્ત્ર - થવાની બેદરકારી પ્રમાણે જ આમાં પણ બન્યા શિવાય રહ્યું નથી એ ખેદની વાત છે, પરંતુ આ શાસ્ત્રને અભ્યાસ, મનન, અનુભવ, શોધ હાલમાં અમેરિકા-જર્મની ઈત્યાદિ પા. શ્રાત દેશોમાં ઘણાજ ખંતથી ચાલુ થયાં છે. માનસિક પ્રતિભા શરીર પર કેટલી બધી ચમત્કારીક અસર કરે છે તે નીચેના પ્રયોગથી સમજાશે. ટેલીફેન શોધી કાઢનાર “ અમેરિકન પ્રોફેસર બેલ, ” એક દિવસ અતિશય ઠંડીના વખતમાં–ચંડા પ્રદેશમાં–રેલવે માતે મુસાફરી કરતા હતા તે વખતે થંડી એટલી બધી સપ્ત પડવા લાગી કે–તેને પિતાના પગનું રત ઠંડીથી બંધાઇ જવાની બીક લાગી પણ તે માનસિક શાસ્ત્રને મોટો અભ્યાસિ હોવાથી, પોતાના પગ પર માનસિક વિચારોને એકઠા કરી, તેમાં નવિન રક્તના ઉધ્ધવને દ્રઢ સંકલ્પ કર્યો ને તેની અજાયબી વચ્ચે નવિન રોને સંચાર તે પગમાં થવા લાગ્યા. તે પગપર થનાર ઠંડીનું અનિષ્ટ પરિણામ આવી રીયા નાબુદ થયું. શરીરના કોઈ પણ ભાગ પર દ્રઢ સંકલ્પ બળ લગાડવાથી તે ભાગમાં તદન નવિન રાની અભિવૃદ્ધિ થાય છે એવો તેને અનુભવ થયો. માત્ર એવા ભાગ પર વિચારબળની એકાગ્રતા એટલી બધી સજા થવી જોઈએ કે વિચાર કરનારે તે વખતને માટે તેમાં તન્મય થવું ગેઈએ. માનસશાસ્ત્રને વિદ્વાન અભ્યાસિ-અમેરિકન પ્રોફેસર-એન્મર ગેટસ, એમણે એક વખતે એકજ જાતનાં બે વાસણ, ટંકટંક પાણીથી ભરીને મુક્ય, ને તેમાં પોતાના બેઉ હાથ ગળા સુધી ડુબાડી દીધા પછી તેણે એક હાથ સંબંધી બધા વિચારો છોડી દઈને બીજા હાથ પરજ પિતાનું મન પૂર્ણ એકાગ્ર કરીને-નવિન રક્તનો સંચાર થા–એવો દ્રઢ સંકલ્પ ચાલુ કર્યો. જાણે આખા વિશ્વમાં તેનું એટલુંજ પ્રતિ કર્તવ્ય હોય તેમ તેણે માત્ર નવીન રમત સંચારના વિચારમાં જ પોતાનું બધું મન પરોવ્યું–ને વિચારોના બીજા ખાન તદન બંધ કર્યો. એવી રીતે એકજ હાથપર વિચારોની એકાગ્રતા કેટલાક વખત ચાલુ રહેવાથી હાથમાં બીજું નવીન રક્ત એકઠું થવા લાગ્યું ને તેથી કરીને હાથમાંના નવિન રકતે વધુ જગ્યા રોકવા માંડી ને આ રીતે તે વાસણમાંનું પાણી ધીરે ધીરે બહાર આવવા લાગ્યું. હવે તેણે તે હાથ પરના વિચારોની એકાગ્રતા કાઢી લઈને તેજ પ્રમાણે બીજા હાથપર શરૂ કરી ત્યારે તેવી જ રીતે વાસણમાંથી પણ પાણી બહાર આવવા લાગ્યું. આ જડયાગ ઉપરથી માનસિક વિચારોની શરીર પર કેટલી બધી અસર થાય છે તે સ્પષ્ટ રીત્યા જણાઈ આવે છે. “ જે પ્રમાણે મનુષ્ય વિચાર કરે-તે જ તે થાય છે ”—એ જુના તવને હાલના શાસ્ત્રીય પ્રયોગ સત્ય ઠરાવે છે. એમાં કંઈ પણ અજાયબ જેવું છેજ નહીં. ગપર મેળવવાની પ્રવેશ રાખનાર મનુષ્યને તેના પગને વન તથા પરિચય
SR No.522044
Book TitleBuddhiprabha 1912 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size504 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy