________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गानिवर्तकं विजयतां स्याद्वादधर्मप्रदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ॥
વર્ષ ૪ થું,
તા. ૧૫ મી નવેમ્બર સન ૧૯૧૨
અંક ૮ મે,
पंखीने संबोधन.
મંદાક્રાન્તાપંખીડા તું સતત ઉડજે મેલના માર્ગમાંહી, માં હારી ગમન કરવા ખૂબ ફફડાવ ને, ઉચે ઉંચે ગગન પથમાં નિત્ય ચાલી જજે તું, પાછું વાળી નિરખ ન કદી દષ્ટિથી દેખ અ. પૂઠે દુષ્ટો ગ્રહણ કરવા લાગી તાકે નિહાળી, સંભાળીને વિચર પથમાં દુછનો દાવ ટાળી; નીચા નીચા ઉતર ન કદી, ખૂબ ઉંચે ચઢી જા, સાચા અંશુ પ્રભુ ગુણતણાં ભાશે શીર્ષ ઉર્વે. જોઈ ઝાંખી અનુભવતણી પૂર્ણ વિશ્વાસ થાશે, ઉંચા માર્ગે ગમન કરવા જામશે પ્રેમધારા. લોભાતો ના વિષય સુખમાં સિખ્ય સાચું જણાશે, એ પ્રેમીડા ગમન કરવું હારૂં છે સ્થાન ઉંચું, હારા માટે સકલ રચના સૂત્ર સિદ્ધાતની છે, દેખી તેને વિચર પથમાં ભક્તિને વેગથી તું;