________________
સમરાદિત્યના રાસ ઉપરથી.
૧૬
समरादित्यना रास उपस्थी. (લેખક મુનિ. માણેક કલકત્તા) ( અનુસંધાન ગતાંક પાને ૧૪૦ થી.)
બાળ ચણા, કરે મશ્કરીને વળી મારે ધકકે. પછી નાસી દૂર ગણે આપ પકકે, મળે બાળ નિભાંગી ખરે ચઢાવે; હજુ હેળીમાં ભ્રષ્ટ દેખાવ વાવે.
કેટલાંક બાળને તેમનાં માતા પિતા શરૂઆતથી જ પરોપકાર કરતાં શીખવે છે. મીઠા હિતકારક બાલ શીખવે છે. વડીલોનો વિનય કરતાં શીખવે છે અને ઘેર કે બહાર વિવેકથી કેમ વર્તવું તે શીખવે છે ત્યારે કેટલાંક કમ અઝલનાં મા બાપો પુત્રોને ગાળો દેતાં શીખવે છે, મશ્કરી કરતાં શીખવે છે, ચીજે છુપાવવાનું, ધક્કા મારવાનું શીખવે છે અથવા દુર છોકરાઓની સોબતમાં રાખે છે અને અનાદિકાળથી મેલ તથા અતાન સાથે રહેલું હોવાથી વિના શીખવે પણ હાયાદિ ચણા કરવાનું શીખે છે તેથી તેવાં બાળકનું ટોળું જ્યારે એકઠું થાય ત્યારે ગામડીઓ કે ભોળા માણસ મળે તે તેને અવિવેકી શબ્દો કહી મારી કરે છે અથવા નબળાને ધકકે મારી અથવા માહોમાંહે નબળાને ધકે મારી પછી દૂર જઈ હસે છે અને એટલેથી પણ સંતોષ ન થતું હોય તેમ એકાદ ગધુ પકડી તેના ઉપર કુરૂપવાળા કે બેડાળ છોકરાને ચડાવે છે અને અવળે મુખે એટલે પુંછડા ઉપર લગામ
ટાળી તેના તરફ મોઢું કરાવી બેસાડે છે. સૂપડું ભાગેલું હોય કે તેવી ભાગેલી ટાપલીનું છત્ર બનાવે છે, ઝાડનાં ચામર બનાવે છે, કુટું તેલ વગાડે છે અને તેને હજારો ગાળી છે છે. ગધેડાને વિચિત્ર રીતે ચડાવે છે અને ધક્કામુક્કી કરી તેને પજવે છે, આ રીવાજ કે હાલ પણ હોળીના દીવસોમાં કોઈ કઈ જગ્યાએ જણાય છે તેવી જ રીતે તે ક્ષિતિપ્રતિક નગરમાં પણ જ્યાં ગામ હોય ત્યાં ઢંઢવાડે હોય તેમ મુર્ખ બાળકોનું ટોળું પડ્યું હતું તેમાં તે અગ્નિશમાં બ્રાહ્મણુપુત્ર રમવા જતે તેને બીજા છોકરા નાપા તથા ગરીબ જાણુ ચીડ. વતા. ત્યાં એક વખત સુગુણવાળો ગુણુસેન નામને કુમાર આવી ચડ્યો. તેને જોકે હમેશાં સારા સંસ્કાર મળવાથી સુબુદ્ધિનો ભંડાર હતા છતાં પણ તે અનિશર્મા બ્રાહ્મણ પત્રના વિચિત્ર હેરાથી રથીર થઈ ગયા અને બીજા છોકરા તેને જેમ ચીડવી પજવતા તેમ તે પણ ચીડવવા લાગ્યો અને પોતે રાજાને માનીતો પુત્ર રાજ્યવારસ હોવાથી–નિરંકુશ હે. ધાથી હદ બહાર તેની મશ્કરી કરવા લાગ્યા; દ્વિજપુત્રનું મેટું વિકેણુકારે હતું, ગોળાકારે ઝીણી પીયાવાળી આંખો હતી, નાક ચીબું હતું, દાંત બહાર નીકળેલા હતા, વાળ જાડા ઝખરા જેવા હતા, પેટ વધેલું, પગ ટુંકા અને પહોળા, ઝંઘા સાંકડી વિગેરેથી અત્યંત કુરૂવાળે તથા નિભાંગી જોઈ તથા તદન રાંકડો જોઈ તેને વધારે ચીડવવા એક ગધ માવી જેમ હળીમાં તમાસો કરે તે તમાસ કરી તેને ગધેડે બેસાડી મશ્કરીનાં વાજા