________________
૧૭૦
બુદ્ધિપ્રભા.
વગડાવી ગાળો દેવડાવી ગામમાં ફેરવ્યો અને તે દિવસે તેને વધારે આનંદ પવાથી બીજે દિવસે પણ વખતસર હાજર રહી તેજ પ્રમાણે અગ્નિશર્માને શહેરમાં ફેરવ્યો. લોકોને પણ ધંધ છેડીને તેમાં દાખલ થવા ઈછા થવા લાગી. ધણું દીવસ સુધી એમ દિજપુત્રને પજવવાથી તથા રાજપુત્ર તેમાં સામેલ હોવાથી નિડરપણે સઘળાં બાળકો તેને ચીડવતાં, ગાળો દેતાં, ધષ્ઠા મુક્કી કરતાં અને અધુરામાં પુરૂં જેમ ગાંડાને ચીડવતાં ન ચડાતે હોય તો તેને ચીડવવા માટે જેમ ગંદી વસ્તુ કે કાંકરા ફેંકી તેને ચીડવે છે તેમ તે બ્રાહ્મણપુત્રને આખું શહેર ચીડવતું. જ્યાં સુધી મટે વાત થતી કે ગાળે સંભળાવતા ત્યાં સુધી તે બ્રાહ્મણપુને સહન કર્યું કારણ કે ગરીબનો બેલી રાજા, પણ અહીં રાજપુત્ર પોતેજ તેફાન કરવામાં આગેવાન થઈ પડ્યો હતો ત્યારે તેની દાદ કે ફરીયાદ સાંભળે કેણ આખરે કાંકરામાંથી ધુળ અને છાણ સાથે કઈ કઈ દુષ્ટો પથરાદ પણ ફેકી તેને મારતા
અને તે સહન ન થવાથી કદી તે સામે થાય તે પણ તેનું ચાલે તેમ નહેતું કારણ કે રાજપુત્ર મોખરે હોવાથી તેના સિપાઈઓ સામે થતા અને હજારો છોકરાંમાં તે એકલાનું શું ચાલે તેથી તે બીચારાએ કંટાળી કયાંક નાશી જવાનો વિચાર કર્યો તેમ વૈરાગ્યભાવ પણ આવવા લાગ્યો કે મેં પૂર્વ ભવે અઘોર પાપ કર્યો છે અને તેથી જન્મ તાંજ પશાની પાયમાલી કરી પછી માતા પિતાને મારવાને કારણુરૂપ થયો. પાકા લોકોએ ઉછેર્યો તેની પણ સેવા ન કરી, વિદ્યા પણ ન ભણ્ય અને રમવામાં કાળ ગુમાવતાં મારા કુરૂપ અને બેડોળથી ગામના છોકરા મને ચીડવવા લાગ્યા તથા રાજપુત્ર જે ગુણવાન તે પણ નિર્ગુણી થઈ હજારે લોથી મારું અપમાન કરવામાં કારણભૂત થશે અને હજુ પણ
જ્યાં સુધી અહીં રહીશ ત્યાં સુધી હું અહીં લોકાથી તથા રાજપુત્રથી પીડા પામીશ તેમ કદાચ બીજે જઇ તે પણ ત્યાંના બદમાસ છોકરાઓ કે દુષ્ટ પુરૂષો મને ચીડવ્યા વિના રહેનાર નથી કારણ કે મારું કુરૂપ તથા અંગનું બેડોળપણું બીજાના દીલને ઉશ્કેરે છે અને તેમને હું રમકડા જેવો મળું છું ત્યારે તેઓ ગાળી સંભળાવી ગધે બેસાડી ધક્કા મારી તથા ઇટાળા છાણું પથરા ધૂળ ફેંકી પજવે છે તેથી મારો અંતકાળ આવશે અથવા આંખ ફુટતાં અંધ કે કાણે થઈશ, માથું ફટતાં લોહી નીકળતાં ઘાયેલ થઈ દવાખાનામાં મારે રીબાવું પડશે તેમ સામું મારતાં કોઇને વધારે લાગતાં કેદમાં જવું પડશે અથવા મરી જશે તો ફાંસી જવું પડશે માટે કોઈને પણ દુઃખ ન થાય તેમ મારું પાપ પણ નાશ થાય માટે કે સરૂને આશરે લેઉં.જેઓ સંસારી વ્યાપારથી રહિત છે, મશ્કરીને નાશ કરી છે, તપશ્ચર્યાથી કાયા ગાળી છે, ઈદ્રિયોને ઉન્મત્ત થવાના કારણરૂપ જે સ્ત્રીઓ તથા પુર્ણ આહાર તેને ત્યાગી જંગલમાં રહી ત્યાં ફળફળાદિ ઉપર નિર્વાહ કરે છે અને સંસારીઓના સંગથી દૂર રહી તપશ્ર કરી આત્માને પવિત્ર કરે છે તેવા પ્રભુભકા જે તાપસે તેમના આવાસ (આશ્રમ) માં ચાલ્યો જાઉં તે કોઈ ચીડવનાર, ગાળી દેનાર કે મારનાર મળશે નહિ તેમ તપાસીઓના આશ્રમમાં રાજપુત્ર પણ ચીડવી શકશે નહિ, તેમ દુર્જનો ત્યાં આવી શકશે નહિ માટે શાંતિથી ધર્મ આરાધન કરી આવતા ભવમાં દિવ્યરૂપ વાળે સમર્થ દેવ થઈ દેવાંગનાનાં સુખ ભોગવીશ. એમ ચેઝસ વિચાર કરી કયાંકથી ભાતું માગી ગુપચુપ શહેરમાંથી રાત્રે નીકળી ગયો અને કઈ પણ વસ્તીવાળા ભાગમાં નિવાસ ન કરતાં ખાવા જેટલું માગી લઈ પાણી પી રાત્રદિવસ ચાલી એક માસે પોટા વનમાં આવી પહોંચે.