________________ 192 બુદ્ધિપ્રભા. મેળવી તેમને સાબીત કરવા તત્પર થાય છે. તેઓની આ પ્રકારની રીતથી બાઈબલ અવતરણના થાપરૂપ થઈ જાય છે. જ્યારે કોઇ પણ મનુષ્ય પોતાનાં આચરણ માટે રીતરિવાજ સિવાય બીજા કોઈ પણ પુસ્તકમથિી અવતરણો કાઢી પોતાના આચરણની સાબીતી તરીકે રજુ કરે છે અને તે પુસ્તક કેવી છે તેથી મનુષ્ય ટીકાને યોગ્ય નથી એમ કહે છે. આનું પરિણામ એ આવે છે કે તે પિતાની બુદ્ધિને ઉપગ કરી શકતો નથી અને પિતાના વર્તન અને રીતભાતમાં ફેરફાર કરતું નથી. આવા મનુષ્યને હું શું કર્યું કરું છું એવો વિચાર થતું નથી પરંતુ હું જે કાર્ય કરું છું તે કેવી રીતે સાબીત થાય એવા વિચારો થાય છે અને તેને મજ યત્ન કરે છે જે કંઇક અંશે પાર પણ પડે છે. આહારમાં અનીતિ સેવવાથી હજારો મનુષ્યો તેના પૂરમાં તણાઈ જાય છે એમ જાણ્યા છતાં પેલે પુરૂષ આ નિયમની વિરૂદ્ધ પડી અને તેની વિરૂદ્ધ કારણે તેને સાબીતીઓ લાવી પોતાની પહેલી ટેવને સત્ય કરવા યન કરે છે. મનુષ્યનું શારીરિક બંધારણ અને સ્વભાવ તદન અન્નાહારથીજ બંધાવો જોઈએ એવું વિજ્ઞાનશાસ્ત્ર નિઃશંકપણે કબુલ કરે છે. ઇતિહાસ કહે છે કે મનુષ્યને ખોરાક પૃથ્વી ઉપર થતાં ફળને હેવો જોઈએ અને તેની અસર કેવી પ્રબળ છે તે દરેક કાળના અન્નાહારિઓનાં પ્રમાણો મૂકી સાબીત કરે છે. 1વિના કારણે નિર્દોષ ચૈતન્ય પ્રાણુઓને જીવ લે તે એક અનીતિ છે, એવી નીતિશાસ્ત્ર પ્રરૂપણ કરે છે. અરેગ્યશાસ્ત્ર પણ કહે છે કે માંસાદિમાં સપડે છે અને તેમાં દુધ ઉત્પન્ન થાય છે તેથી કરી તેનાથી દુર રહેવું જોઈએ. તે ઉપરાંત દયાની-દૃષ્ટિથી જોઈએ તેપણ માલુમ પડે છે કે જીવહત્યા એ કુરતા અને અધોગતિનું મૂળ છે. આવી રીતે અનેક શાસ્ત્ર એક મતે માંસાહારથી અલગ રહેવાનું ફરમાન કરે છે. આમ દરેક શાસ્ત્રો માંસભક્ષણ નહિ કરવામાં સંમત હોય ને જ્યારે તે ક્રિયા કરવાનું કોઈ ધર્મના તો ઉપદેશ કરે છે તે ખરેખર ભયંકર અને આ શ્ચર્ય જનક છે. જે બાઇબલના અનુયાયીઓ માંસાહારને પક્ષ લેછે તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે એવા પ્રકારના આચરણથી જે ધર્મને પોતાના જીવના અંગ તરીકે ગણે છે તે તેમની દ્રષ્ટિએ દુષિત કરે છે એટલું જ નહિ પરંતુ તેમની પ્રમાણપથી બાઈબલને પણ કલંકિત કરે છે, આ માંસાહારને પક્ષકાર જે પ્રમાણોથી તે સાબીત કરે છે તે પ્રમાણે બાઇબલાદિ) માં જયારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે જ આપણને માલુમ પડે છે કે તે પિતાની પડેલી ટેવાનું (માંસાહાર ઇત્યાદિ ) સંરક્ષણ કરવામાંજ દ્રા હોય છે અને વાસ્તવિક તત્વશું છે તેની ભાગ્યે જ તે તપાસ કરે છે. બાઈબલ સ્પષ્ટ શબ્દોમાં માંસાહારને પ્રતિકાર કરતુ ન હોવાથી અને કોઈક સ્થળે તે માંસાહારને અનુમતુ હોય એવાં અવતરણે મલી આવવાથી પેલો બાઈબલના અનુયાયી તેને યોગ્ય લાભ લે છે પરંતુ તે માણસ વિચાર કરતો નથી કે ઘણું એવા પણ દુરાચારે છે કે જેને વિષે બાઈબલમાં કાંઈપણ કહ્યું નથી અથવા પ્રતિકાર કર્યો નથી છતાં પણ બુદ્ધિશાળી પુરૂષ ભાગ્યેજ તેને આચારમાં મુકશે. (અપૂર્ણ. )