SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ બુદ્ધિપ્રભા. પણ હાલની સ્થીતિથી તે કઈ ભાગ્યેજ અજાયું હશે. જે કામમાં હજાર રૂપિયા માટે પણ હાથ ધરવાને ધીકારનારા હતા તે હવે એક રૂપિયા માટે હાથ ધરતાં ખુશી થાય છે શું આ આપણી સ્થીતિનું ભાન નથી કરાવી આપતું ? બંધુઓ હવે જનાવરો કરતાં જનાવરોના પાલક તરફ પહેલું લક્ષ આપે તેમને સાધન આપે. બોર્ડીંગોને પ્રથમ મદદ કરે. દયાને વિવેક કરતાં શીખે. દવાના વિવેકની ખામીને લીધે વનરાજ ચાવડામાં જે એક દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે તે જૈનોને ઉપહાસના હેતુભૂત છે તેના તરફ જરા દષ્ટિ કરો. આ કામ કરો અને આ ન કરે તેવું હું કહેવા માગતા નથી પરંતુ જે વખતે જેની જરૂર હોય તે કરે. જ્ઞાન વિના આપણી ચડતી નથી માટે તે જ્ઞાનના સાધનભુત બેડગે પાઠશાળા અને પુસ્તકાલયો ખેલ અને જ્ઞાન જ્ઞાન અને જ્ઞાનનો લાવો કરવામાં દરેક જણ પિતાની સુત કમાઈને શક્તિ અનુસાર ફાળો આપે કારણકે કેળવણીથીજ આપશે ઉદય થનાર છે એટલું લખી હું મારા લેખની પૂણહુતિ કરૂં છું. » શાંતિ. wાંતિ. શાંતિ. अनुभव आवशेसाचो. કવાલિ. કરી એકામ મન સત્વર, અધુર વેગને તું સાધ; સદા અભ્યાસ કરવાથી, અનુભવ આવશે સાચે. ઉપાધિયો કરીને દૂર, રહી એકાતમાં ગે; થઈ તમય વહે આગળ, અનુભવ આવશે સાચે. ઉતર ઝટ આભમાં ઉડે, સદા સ્થિર રાખ ત્યાં મન; થશે જે વાસનાઓ દૂર, અનુભવ આવશે સાચે. પર પણ પ્રતીતિ દઢ, વહે આનન્દની ઘેનજ; વિલય વિક્ષેપને થાતાં, અનુભવ આવશે સાચે. ખરેખર પ્રેમની લગની, સદા લાગી રહે ઉત્તમ; ઉતરવાથી ઘણું ઉં, અનુભવ આવશે સાચે. બહુ વૈગિક ગ્રન્થને, અનુભવ લઈ ગુરૂગમથી; સ્થિરાસન ચિત્ત કરવાથી, અનુભવ આવશે સાચે. અનામિત કાર્ય કરવાનો, થશે અભ્યાસ જે નિશદિન. થતાં સંકલ્પને ત્યાગજ, અનુભવ આવશે સાચે. ઘણી શ્રદ્ધા ઘણું ભક્તિ, દયા ગંગા વિષે નહાતા; “બુદ્ધબ્ધિ” ધ્યાન અભ્યાસ, અનુભવ આવશે સાચે. ત,
SR No.522042
Book TitleBuddhiprabha 1912 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size544 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy