SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વિપત્તિ એ કઇ નિરપગી નથી. विपत्ति ए कंइ निरूपयोगी नथी. ( લેખક. શેઠ. જયસિંહ પ્રેમાભાઇ. કપડવણજ.) પ્રત્યેક મનુષ્યના જીવનમાં દુઃખના અનેક પ્રસંગ આવ્યા વિના રહેતા નથી, કોઈ કોઈ વખતે એમ બને છે કે જાણે દુઃખને વસાદજ આપણું ઉપર તુટી પડતા ન હોય એમ ભાસે છે. કોઈ વખત સર્વ રીતે સુખી મનુષ્યનું ધન એકદમ નાશ પામે છે, સ્ત્રી પુત્રાદિ કુટુંબમાંથી સર્વ કરવા માંડે છે, ધરબાર વેચાઈ જાય છે અને ખાવાને સુકા રોટલાને કકડે પણ ન મળે એવી અવસ્થા આવી જાય છે. આ પ્રમાણે નિત્ય કેઈ વખત બનતું રહે છે અને તે બનવાનું કારણ આપણે સમજી શકતા પણ નથી. દુઃખ અમુકનેજ આવે છે એમ કંઈ છે જ નહિ તે સર્વ પ્રસંગે પ્રસંગે આવ્યાજ કરે છે. વરસોના વરસે આનં દમાં મહાલ્યા કરનારનું ધન સમુદ્રની છેલોની માફક ઉછાળા મારી રહ્યું હેય, ગાડી ઘોડે બેસી તાંબુલ ચાવતા મીત્રોની સાથે પ્રસન્ન વદનથી નવા નવા વસ્ત્રો સજીને કરતા હોય અને સઘળા કામ કાજમાં વિજય મળતો હોય તો પણ અણચિંતળ્યું દુઃખનું વાદળ આવી ચડે છે અને આપણે ગભરાઈ જઈએ છીએ. આમ કેમ બને છે ? જગમાં નિરંતર સુખ કેમ પ્રસરી રહેલું નથી હોતું, દુઃખ વગર બેલાવે આવી રંગમાં શા માટે ભંગ પાડે છે? એટલાજ માટે કે આપણે અપૂર્ણ છીએ. અપૂર્ણમાં પૂર્ણ બનાવવાનેજ માટે તે થાય છે. પત્યરમાંથી ઉત્તમ મૂર્તિ બનાવવા સલાટ ઢાંકણું મારે છે અને તે જ્યાં પૂર્ણ થાય છે કે તારતજ ટાંકણું મારતો અટકી જાય છે અને તેના રક્ષણની સાવધાનતા સેવે છે. આપણે અપૂર્ણ છીએ અને પૂર્ણ થવાની જરૂર છે. જ્યાં સુધી અપૂર્ણ છીએ ત્યાં સુધી દુઃખ આપશુ ઉપર આવવાનું અને ચેતવવાનું કે પૂર્ણ થવા પ્રયત્ન સે પશું આપણે સમજતા હેતા નથી તેથી દુઃખ આવતાં એકદમ ગભરાઈ જઈએ છીએ. જો આપણે અપૂર્ણ અને દેજથી ભરેલા હેઈએ તે દુખનાં વાદળાં આપણા ઉપર તૂટી પડવાના એ નક્કી જ છે. માટીની સાથે ભળેલા સુવર્ણને ભઠ્ઠીમાં નાખ્યા વિના જોખું થઈ શકતું નથી તેમજ દુઃખના અગ્નિમાં પ્રસાર થયા વિના આપણે પૂર્ણ થઈ શકતા નથી તે ખાત્રીજ છે. આપણે જેવા સુખમાં હાઈએ તેવાને તેવા સુખમાં સદા રહીએ તે આપણું આંખ પૂર્ણ થવાના પ્રયત્નો સેવવા કદી પણ ઉપાડવાની નહિજ અને પરિણામ એજ આવે કે આપણે અપૂર્ણમાંથી પૂર્ણ થઈએ. દુઃખ પ્રાપ્ત થવાથી અને તેને સહન કરવાથી મનુષ્ય મેટો થઈ શકે છે. વિપત્તિના અગ્નિમાં સમતાપણે પસાર થવાથી મનુષ્યમાં મનુષ્યત્વ, દૈવત્વ અને પરિણામે સિહ સ્વરૂપે પરમાત્માપણું પ્રાપ્ત થાય છે. નળ પાંડવ, હરિશ્ચન્દ્ર, ગજસુકમાળ આદિ. અસંખ્ય મહાજનોએ દુઃખના અગ્નિમાં સમતા પણે પસાર થઈ પરમામ પદ પાસ કરેલું છે અને આ જગતમાં વિખ્યાત થયેલા છે તેમજ સતિ ચંદન બાલાનું દુઃખ પણ તેને પણ વારમાં મિક્ષ માર્ગ સન્મુખ થવામાં કારણભુત થયું છે તે કોઇથી અજાણ્યું નહિ હશે. આ રીતે આ પત્તિ-વિપત્તિ એજ સુખનું મુળ છે. ફક્ત એટલુંજ કે પૈર્ય અને સમતા ભાવે તે વેલું (ભોગવવું જોઈએ. કદાચિત્ બ્રહ્માંડના ભાર જેટલા દબાણથી દબાય, તિક્ષણ તરવારના ઘા પડે પણ સત્ય ટેકાનેકને સાચવનાર અંતે આ ભવમાં નહિ તે પરભવમાં પણ શ્રેષ્ઠ સુખસાધનના અધિકારી થાય છે. કેઈ વસ્તુ જ્યારે સારી રીતે કરાય છે ત્યારે જ તેની ખરી કિંમત
SR No.522042
Book TitleBuddhiprabha 1912 09 SrNo 06
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size544 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy