________________
ગુરૂ ગમ ને નાગાર્જુન.
૧
પાસે આવ્યા ને આચાર્યને સવિનય નમન કરી, ક્ષેમ કુશળ પૂછી શાંત ચિત્તે ભૂમિપર બેઠા. બાદ આચાર્યશ્રીને નાગાજુને પૂછ્યું કે– હે કૃપાળુ મુનિ! મારી પાસે સુવર્ણસિહિતી વિદ્યા છે ને આપની પાસે આકાશગામિની વિદ્યા છે. વિદ્યા ત્રણુરિયાજ પ્રાપ્ત થાય છે ૧ વિધા-વિધાથી, ૨ વિનયથી, અને ૩ અનર્ગળ દ્રવ્યથી. માટે કૃપાકરી કાતિ મહારી સુવ.
સિદ્ધિ માટે વિદ્યા , વા દ્રવ્ય માગી લ્યો કિંવા હું આપના ચરણકમળમાં વંદન કરૂં છું કે મહારાજ મને વિદ્યા આપો.”
આ પ્રસંગ જોઈ આચાર્યે કહ્યું કે “મને વિદ્યાનો ખપ નથી, દ્રવ્યની દરકાર નથી, તેમજ મહારે વિદ્યા પણ આપવી નથી. માત્ર એક સરતે તને વિદ્યા આપું-ને તે એજ કે તું મ્હારો શિષ્ય થા ને તપશ્ચાત્ તને વિદ્યા આપું.”
નાગાર્જુન વિલખા થઇ બોલ્યા “મહારાજ! તમે જૈન સાધુઓના પંચ મહાવ્રત મહારાથી પળશે નહીં, તેમજ તમારા ઉગ્ર વિહાર, તમારૂ ખાંડાની ધાર જેવું ચાસ્ત્રિ એ હું કેમ કરી પાળી શકું? માત્ર તમારા ગૃહસ્થી શ્રાવક-માફક તે હું આજથી થઈ શકું તેમ છું. આજ્ઞા આપે.”
આ સાંભળી આચાર્ય ડોકું ધુણાવ્યું કે “નાગાર્જુન વિદ્યા એમ નહિ મળે.” આ ઉપરથી નાગાર્જુને આચાર્યની પાસે હમેશાં રહેવાનું કબૂલ કર્યું. ગુરૂ સાથે હમે દેશદેશ વિચરવા લાગ્યા ને સાથે જ રહેવા લાગ્યા.
પ્રસંગવશાત– આચાર્ય એક દીવસે યાત્રાર્થે બહાર ગયેલા હતા. તેઓ પોતાના પગે અમુક ઔષધિઓને લેપ કરવાથી ઉડી શકતા હતા. તેઓ આવ્યા ને પિતાના પગ પરનો લેપ ધોઈ નાખે ને તે પાણી બહાર ઢાળી આવવા એક શિષ્યને આજ્ઞા કરી. ચતુર નાગાજુને સમય અને ગુરૂને જણાવ્યું કે “મહારાજ ! હુંજ લા તે ઢળી આવીશ.” ગુરૂએ પણ ચિરપરિચપ વાળા નાગાર્જુનને તે વાસણ આપ્યું. નાગાર્જુને બહાર જઈ તે વાસણમનું પાણી સુંબું ને તે પરથી તે મહાબુદ્ધિશાળીએ પરીક્ષાથી જાણ્યું કે લેપ ૧૦૮ ઓષધી
ને બનેલી છે ને તે ઔષધીઓ અમુક અમુક છે. વાટી ઔષધિને પણ તેના ધાવણપરથી જુદી જુદી ૧૦૮ એષિધિઓ પારખનાર કે બુદ્ધિશાળી હવે જોઈએ તેની કલ્પના વાંચક! તમે જ કરે. આવા તીવ્ર બુદ્ધિશાળીને પણ “ ગુરૂગમ ” વિના કેટલું વેઠવું પડે છે!
- ઓષધિઓ જાણી લઈ ગાંધીને ત્યાંથી સર્વ ઔષધિઓ આણિ-નાગાને લેપ તૈયાર કર્યો ને જંગલમાં જવાના બહાને બહાર જઈ તેનો પગે લેપ કર્યો તે પરથી તે ઉડી શક્યા પણ થોડે દુર ઉડી પુનઃ પાછા પડયા. વળી ઉડીને પટકાયા. એમ ઉડતાં–પડતાં તેઓ એક ઉંડા ખાડામાં પડી ગયું ને ઘણી કાશીપ છતાં બહાર આવી શકયા નહિં.
ઘણે વખત થવા છતાં નાગાર્જુન નહીં આવવાથી આચાર્યને લાગ્યું કે નાગાર્જુન કયાં ગ! તે પરથી થોડાક સાધુઓને તેમની તપાસ માટે બહાર મોકલ્યા. ચાલતાં ચાલતાં તેમણે ખાડામાં પડેલા નાગાર્જુનને શોધી કહાડયા.
ગુરૂ પાસે આવીને ક્ષમા માગી સર્વ વર્ણન ગુરૂને અશ્રુભર ને કહી સંભળાવ્યું, ગુરૂ ચકિત થઈ ગયા ને હેસ્ત પામી ગયા કે વાહ! આની બુદ્ધિમત્તાને વિચક્ષણતા અગાધ છે.