________________ બુદ્ધિપ્રભા. ગાઠવા, કડી, લાકડી, ડાભલા મેસાણા, લીચ વિગેરે ગામમાં મુસાફરી કરી ઉપદેશ આપતાં તેમાં આશરે 2500) માણસોએ માંસ મદિરાને ત્યાગ કરી, લેખીત–દસ્તાવેજ રજુ કર્યા છે તથા તે ઉપરાંત ધર્મને નામે વિજયાદશમી અગર બીજા તહેવારોને દિવસે ઢોરોને ભેગ નહ આપવા માટે ભાષણ આપતાં તે ઉપરથી ઢોરનો ભાગ નહી આપવાને પણ ઠરાવ કરેલ છે. તે ઉપરાંત મી. અંબાલાલ. બી. પટેલ. નવા ગામવાળાના પ્રયાશથી સાત માણસે એમાંસાહારનો ત્યાગ કરેલો છે તે પણ જાહેર કરૂં છું. વળી સુજ્ઞ દયાળુ સનને સવિનય વિજ્ઞપ્તિ કે હિંદુસ્થાનમાં અજ્ઞાનતાથી હિંદુઓ ધર્મને નામે, બીયારાં પાડા, બકરાં વિગેરે મુમાં અનેક નિર્દોષ પ્રાણુઓને ઘણુંજ કુરતાથી વધ કરે છે, તે કાયદેશર અટકાવવા માટે હિંદુસ્થાનના મુખ્ય શહેરાના અગ્રેસર વતનીઓની સહી સાથે એક અરજી નામદાર હિંદુસ્થાનની વડી સરકારને સુરતમાં મોકલવાની છે પરંતુ તે મોકલતા પહેલાં તે બાબતમાં આપ સર્વને અભિપ્રાય લેવાની અમને દરકાર રહે છે. માટે જે નીચે સહી કરનાર સેવકને દિવસ આઠની અંદર આપશ્રીને દયાળુ અભિપ્રાય પરોપકારા, શાસ્ત્રાધારે આપવા કૃપા કરશે તે બીચારાં અવાચક અને નિરપરાધી પ્રાણુઓની વતી હું આપ દયાળુ સજને મુગા પ્રાણીઓના એક વકીલ તરીકે અંતઃકરણ પૂર્વક ઉપકાર માનીશ આ ફંડ એવી રીતે પિતાનું કામ બજાવે છે. તેને ઉદાર દયાળુ ગૃહો નાણુની મદદ કરી ફંડની હયાતિ ટકાવી રાખવા બનતે પ્રયત્ન કરશે એવી આશા રાખવામાં આવે છે. - સેવક. 300 શરાફ બજાર છગનલાલ વિ. પરમાનંદદાસ નાણાવટી. મુબાઈ નં. 2 For લલુભાઈ ગુલાબચંદ ઝવેરી મેનેજર. જી. દ. પ્ર. કું. મુંબઈ. अभिप्राय. પેથાપુર વિદ્યાથી મંડલને સને ૧૯ોરની સાલને રીપોર્ટ, આ રીપોર્ટ મંડલના સેક્રેટરી ડોકટર માણેકલાલ મગનલાલ તરફથી અમને અભિપ્રા. સાથે મોકલવામાં આવેલો છે. આ મંડલનો ઉદેશ પિતાના ગામના વિદ્યાર્થીઓને કેળવણીની વૃદ્ધિના અર્થે ચોપડીઓ, ફી વગેરે સાધન પુરા પાડવા તથા પ્રસંગ પડે તે તેમને પારિ તક આપી તેમની માનસિક અને શારિરીક શક્તિનો વિકાહ્ય કરે તથા સાહિત્યના અંગે બનતી સેવા બજાવવી એ છે. રીપોર્ટવાલા વરસમાં મંડલનું કામ સંતોષકારક થયું છે તેમ આપણને રીપેર્ટ જોતાં માલમ પડે છે. મંડલના નિભાવ માટે મેમ્બરો કરેલા છે ને તે દરેક મેમ્બર પાસેથી વાર્ષિક ફી લેવાની કરાવી છે. આ સિવાય તેના કાર્ય વાહકો ત્યાંના સદ્દ ગૃહસ્થને ત્યાં અવસર પ્રસંગે જઈ મંડલને મદદ કરાવે છે. આ મંડલના હાલ સેક્રેટરી ડેકટર માણેકલાલ મગનલાલ છે જે આ મંડલની અભિવૃદ્ધિના માટે અનિશ મહેનત કરે છે ને બનતી સંભાલ રાખી કાળજીપૂર્વક કામ બજાવે છે. અમે આ મંડલની દરેક રીતે અભિવૃદ્ધિ ઇચ્છીએ છીએ.