________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા
૩૫
પ્રિક્ષણ આપીને તેની પુષ્ટિ કરે છે મેત્રીઆદિ ભાવનાઓના અમૃતરસ વડે અતરાત્માનું પિષણ કરે છે અને ઉચ્ચગુણ સ્થાનકરૂ૫ શુભ માર્ગમાં પોતાના કુટુંબને દેરે છે અને પિતાની ફરજ બજાવીને આત્માના આન્તરિક કુટુંબની ઉન્નતિ કરે છે. અધ્યાત્મજ્ઞાન ખરેખર એક ઉતમ મિત્ર સમાન છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રના હૃદયને પ્રાધ કરે છે તેમ અને ધ્યાત્મજ્ઞાન પણ અન્તરાત્માને પ્રપદ્ધ કરે છે. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રને સંકટ વખતમાં સાથી બને છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અનરામરૂપ મિત્રને અનેક પ્રકારનાં મોહરાજાએ કરેલાં સંકટમાં સાથી બનીને અન્તરાત્માને મેહના દુઃખથી ઉગારે છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રનો પ્રાણુતે પણ વિશ્વાસઘાત કરતા નથી તેમ અધ્યાત્મજ્ઞાન પણ અન્ત રાત્માને કદાપિ વિશ્વાસઘાત કરવા પ્રવૃત્તિ કરતું નથી. ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રની દેવ દષ્ટિ ટાળીને તેની સદગુણ દષ્ટિ ખીલવે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ અન્તરભામાં રહેલા દેશો ટાળીને તેની સગુણ દૃષ્ટિ ખીલવે છે. અત્તરાત્માને પિતાનું શું કર્તવ્ય છે અને તે કેવી રીતે સિદ્ધ થાય તે સર્વને શિખવનાર અધ્યાત્મજ્ઞાન છે. ઉત્તમ મિત્ર જેમ પિતાના મિત્રના ગુણે અને દેશ જાણે છે પણ તે દેશોની વાત કોઈ આગળ કરતો નથી અને ગુણોની સુંગંધી સર્વત્ર ફેલાવે છે તેમ અધ્યાત્મજ્ઞાન પણ સર્વ જીવેના મિત્ર સમાન છે. જેનામાં અધ્યાત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે તે સર્વ જીવોના ગુણેના સામું જુવે છે અને સર્વ જીવોના ગુણોની સુંગંધીને તે સર્વત્ર ફેલાવો કરે છે. મનુષ્યના દુર્થ તરફ તેનું લક્ષ્ય જતું નથી-દુર્ગણોને તે ફેલાવો કરતા નથી તેમજ દોષોને પ્રકાશીને કોઈના આત્માની લાગણીને દુ:ખવ નથી. અધ્યાત્મ જ્ઞાનથી સર્વ જી પિતાને મિત્ર સમાન લાગે છે તેથી સર્વ જીવોપર મિત્રીભાવના પ્રગટે છે તેમજ અધ્યાત્મજ્ઞાનથી સર્વ જીવોના ગુણો દેખવાની શક્તિ ખીલવાથી સર્વ જીવોના જે જે ગુણો હોય છે તે તે ગુણોને દેખી અધ્યાત્મજ્ઞાની અમેદભાવને ધારણ કરે છે તેમજ સર્વ જીવોને દુઃખી દેખી તેમના ઉપર કારણભાવને ધારણ કરે છે અને તેમજ ગુણહીને દેખી તેઓ મધ્યસ્થ રહે છે-ઉત્તમ મિત્ર જેમ પોતાના મિત્રની ઉન્નતિ કરવામાં મહારું અને હારૂં એવો ભાવ ધારણ કરતા નથી તે પ્રમાણે અધ્યાત્મનાની પણ સર્વ જીવોને મિત્ર માની તેઓનું શ્રેય કરવામાં મારૂં તારૂં એ ભાવ ધારણ કરતો નથી. સર્વ જીવોને પિતાના મિત્ર સમાન ગણવાની શક્તિ આપનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનની દષ્ટિમાં સર્વ જગતુ એક કુટુંબસમાન ભાસે છે–ભગવદગીતામાં કહ્યું છે કે,
છે મા ! अयं निज परोवेति गणना लघु चेतसा ।
उदार चरितानातु-वसुधैव कुटुम्बकं ॥ આ મારો છે અને આ પારકે છે એવી લઘુ મનવાળાઓની ભાવના છે–જેઓનું ઉદાર ચરિત છે તેઓને તે આખી પૃથ્વી પિતાના કુટુંબસમાન ભાસે છે. અધ્યાત્મજ્ઞાનથી આવી ઉત્તમ ભાવના ખીલવાથી જગતમાં ઉદાર ચરિતવાળા મનુષ્ય ઉત્પન્ન થાય છે અને તેથી તેઓ દુનિયાનું ભલું ગમે તે સ્થિતિમાં રહ્યા છતાં પણ કરે છે. અધ્યાત્મજ્ઞાનથી