________________
અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા
अध्यात्मज्ञाननी आवश्यकता.
લેખક–મુનિશ્રી બુદ્ધિસાગર–પાદરા) પ્રત્યેક ધાર્મિક ક્રિયાઓમાં અધ્યાત્મરસ રેડાય છે. કોઈપણ ધર્મની ક્રિયામાં ઉડા ઉતરીને તપાસીએ છીએ તે ઉચ્ચ પ્રકારનું રહસ્ય અવાધાય છે. આત્માના શુભાદિ અધ્યવસાયને ઉત્પન્ન કરે છે તે તે ક્રિયાઓને પણું આપ કરીને અધ્યાત્મ તરીકે ઉપદેશાય છે. વસ્તુતઃ વિચારીએ તે આત્માના જ્ઞાનાદિ ગુણેજ -અધ્યામ તરીકે કહી શકાય. આત્માની શક્તિોને જણાવનાર અધ્યાત્મશાસ્ત્રના કર્તાઓએ આત્મતત્વનો અનુભવ કરીને તે તે બાબતને જણાવી છે. આત્મતત્વનો અનુભવ કરવાને માટે યોગીએ એકાત સ્થાન સેવે છે. કઈ ગુફાઓમાં જઈને આત્મતત્તવનું ધ્યાન ધરે છે. કોઈ અષ્ટાંગયોગની સાધનમણૂલીકા વડે આમતરવનું ધ્યાન ધરે છે. પરભાવમાં જે જે આમાની શક્તિનું પરિણમન થયું છે તેને આત્મભાવે કરવી તેજ અધ્યાત્મક્રિયાનો મુખ્ય ઉદેશ હોય છે. મનવ્યવડે ભાવ મનની શુદ્ધિ કરીને રાગ દ્વેષ દશાને ત્યાગ કરવા ઉત્તમ અધ્યાત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરે છે. આમાની જે અંશે શુદ્ધિ થાય છે તે તે અંગે અધ્યાત્મતત્વનો પ્રકાશ થાય છે. જૈન ધર્મને ફેલાવો કરવામાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. એક મહાશય વિદ્વાન જણાવે છે કે અધ્યાત્મતત્ત્વના પ્રોફેસરો ધર્મને ફેલાવો ક્યા કયા ઉપાયોથી કરવો તે સારી પેઠે જાણતા હોવાથી તેઓ આત્માની શક્તિને તે તે ઉપાયો દ્વારા પ્રવહાવીને ધર્મપ્રચારકાર્યમાં અત્યંત વિજયને મેળવે છે. આત્મતત્વમાં વિશેષ ઉંડા ઉતરીને તેને અનુભવ કરવાથી પ્રત્યેક મનુષ્યોના આત્માની પ્રવૃત્તિને અવબોધી શકાય છે. આત્માના શુભાદિ અધ્યવસાય ઉપર કલાકોના કલાકે પર્યન્ત અભ્યાસ કરવાથી પ્રત્યેક મનુષ્યના મનમાં થતા અધ્યવસાયોને જાણવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે જે બાબતેનો જ્ઞાનવડે સંયમ કરવામાં આવે છે તે તે. બાબતનું સારી રીતે આત્માને જ્ઞાન થાય છે. આમતત્વ સંબંધી જેઓ કલાકોના કલાકે પર્યન્ત અભ્યાસ કરે છે તેઓ આત્મતત્વના રવરૂપને જાણી શકે છે. આત્મા છhસ્થાવસ્થામાં વિચાર કરવાને માટે સમયે સમયે અનન્ત મદ્રવ્યને ગ્રહણ કરે છે. મનેકવ્યની સહાય લેવી પડે છે. સારા વિચારો કરવામાં મદ્રવ્યની સહાય લેવામાં આવે છે તે શુભલેશ્યાને ઉત્પાદ થાય છે. જે જે વસ્તુઓ સંબંધી વિચારો કરવામાં આવે છે તે તે વસ્તુઓ સંબંધી ક્ષાપક્ષમજ્ઞાન પ્રગટે છે. દુનિયાના પદાર્થો સંબંધી વિચાર કરવાથી તે તે વસ્તુએના જ્ઞાનનો પશમ વૃદ્ધિ પામે છે. જેના પક્ષમજ્ઞાનવડે સર્વ પ્રકારને ક્ષયપશમ પ્રગટે એવા આત્મતાવને મને દ્રવ્યની સહાય વડે વિચાર કરવો જોઈએ. મને દ્રવ્યની સહાય વડે આત્મતત્વને વારંવાર વિચાર કરવામાં આવે છે તે આત્મતત્વની વાસનાની દઢતા થાય છે. અવગ્રહ, ઈહિ, અપાય અને ધારણું આ ચારભેદ ખરેખર મતિજ્ઞાનના છે. અવગ્રહાદિ ચાર ભેદ વડે આત્મતત્વનું પરોક્ષ દશામાં ચિંતવન કરવાથી આત્મતત્ત્વ સંબંધી કલાકના કલાકે પર્યત સંયમ થવાથી આત્મતત્વનો વિશેષત: અનુભવ થાય છે. નિયમ એવો છે કે જે પદાર્થનું વારંવાર ચિન્તવન કરવામાં આવે છે તે પદાર્થના જ્ઞાનને ક્ષયોપશમ વૃદ્ધિ પામવાથી તે પદાર્થનું સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. તે નિયમને અનુસરી આત્મતત્વનું કલાકોના કલાકો સુધી આગમોના અનુસારે મનન કરવામાં આવે છે તે આત્માના સ્વરૂપને