SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ , , , , , , , , , , બુદ્ધિપ્રભા महारं नवीन वर्ष. વાચકવૃંદ તરવેપારીઓના કરકમળમાં રમતાં રમતાં આજ હું હારા ચોથા વર્ષમાં પ્રવેશ કરું છું. હરતું, રમતું, પતુ, આખડતું બાળક હેય તેમ, હું પણ મહારી બાલ્યા– વસ્થાના દિવસે પ્રભુસ્મરણ, આત્મજ્ઞાન, વૈરાગ્યભાવના, દયા-વિશ્વ પ્રેમ, કાવ્યદર્શન તથા તત્ત્વજ્ઞાનના ઉચ્ચ સિદ્ધાતિનું દિગદર્શન કરાવતાં વ્યતિત કરૂં છું. વાંચન, એ બાળક-યુવાન-વૃદ્ધ - સ્ત્રી તેમજ પુરૂષની જાણુકની પાઠશાળા છે, જ્યાં વિદ્યાર્થીઅવસ્થા પૂર્ણ કર્યા બાદ અનુભવાથી અવસ્થા તેમજ આત્મમંથનકાળમાં, દરેકને જીવન પર્યત કઈ કઈ શિખવાનું હોય છે જ; તેવા વાંચનમાં પણ તત્વજ્ઞાન-વિશુદ્ધ માર્ગ, તથા નિર્મળ નિતિ નિયમોનું ઉચ્ચ શિક્ષણ આપતું વાંચન હું મારી યથાશક્તિ આપવા પ્રય ત્ન કરું છું. મારા નેતાઓ તથા પોષકેની સમદષ્ટિ મારા વાંચકેની જાણ બહાર નથીજ. બનતાં સુધી નિંદાવિકથા તથા ચર્ચાઓને નહિં પિપવાની અત્યાર કરેલી રીતિને મ જાળવી રાખી છે, તથા ઉત્તમ લેખક-પુજ્ય મુનિવર તેમજ જૈન યુવાનની કલમને પ્રકાશમાં લાવવાનો મારો ઉદેશ પણ પાર પાડવા હું ઉઘુક્ત રહું છું. તત્ત્વજ્ઞાસુઓ માટે સ્વાદ્વાદ શૈલીનું ઉચ્ચ રહય, અધ્યાત્મ જ્ઞાનની અપૂર્વ કુચીઓ, સામાન્ય વાચકો માટે દયા–દાન-નિતિ સદાચારના સિદ્ધાંત કાવ્ય રસના પિપાસુઓ માટે ઉચ્ચ અર્થભાવ પૂર્ણ કાવ્યો, તથા કથા વાર્તાના રસીકોને માટે તેવા વિષયોને જનસમાજની દ્રષ્ટિ મર્યાદામાં લાવવા મહું મારું બનતું કર્યું છે તથા કરતા રહેવાને દઢ નિશ્ચય મહે કર્યો છે. મહારા વાંકે આજ મહને તદન નવાજ સ્વરૂપમાં અલંકૃત થયેલ લેશે. કદમાં, ૨૫ માં, લખાણમાં, તેમજ દરેક રીતે મને ઉન્નત કર્યા છતાં પણ લવાજમ તેને તેજ રાખી વાચકને પ્રેમ ખરીદવ મહારા નેતાઓને અલબત મેધાજ પડશે તો પણ મહારા છજ્ઞા સુ પ્રેમીઓની સ્નેહરિ દષ્ટિથી જ તેને અંગ વળી ગયે હું હમજીશ. ગતવર્ષમાં મહારા ધણુ શુભેચ્છકોએ મારા પ્રત્યે બતાવેલી લેખીની–સલાહ તેમજ બીજી રીતની દરેક મદદ માટે હું તેમને આભારી છું ને તેવી જ મદદ સદા આપતા રહેવાનું આમંત્રણ સપ્રેમ કરું છું. હારા વાચકોને ભવિષ્યનાં મોટાં મેટાં વચનો આપવા કરતાં શાંતિપુર્વક કાર્ય કરી બતાવવું ૫ વિચાર્યું છે. છેવટે મહારા વાંચકે પોતાનું કર્તવ્ય રહમજી શુદ્ધ તવ રસનું પાન કરતા રહી ઉચ્ચ શ્રેણિ આરૂઢ થાય એવી આશા ભરી શુભ વૃત્તિઓ સાથે-હું મહારા પ્રમાણમાં આગળ વધુ છું. ઇયાં વિસ્તરે શાંતિ-શાંતિ-શાંતિ. તા. ૧ લી એપ્રીલ ૧૯૧૨ ચૈત્ર સુદી પૂર્ણ મા. બુદ્ધિપ્રભા
SR No.522037
Book TitleBuddhiprabha 1912 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages34
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy