SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ स्त्री केळवणी. The woman's cause is man's they rise of sink Together, dwarfed or godlike, bond or free; If she be small, slight-natured, miserable, How shall men grow? Tenyson. અર્થ–સ્ત્રીઓને પણ તેજ મનુષ્યને પક્ષ છે. વામન તરીકે કે દેવ તરીકે, ગુલામ તરીકે કે સ્વતંત્ર તરીકે તેઓ સાથેજ ઉંચે ચડે છે કે નીચે પડે છે. જે સ્ત્રીઓ નાની, હલકા સ્વભાવની અને કંગાળ હશે તે મનુષ્યોને ઉદય શી રીતે થઈ શકશે ? આ ઉપરથી અમારા વાચકવૃંદ જોઈ શકશે કે પુરૂષોએ કદિ સ્ત્રીઓ ને કેળવણુથી બનશીબ રાખવી જોઈએ નહિ. નિશાળીઆમાં દુર્ગણ ટાય તે તેને જવાબદાર તેને માસ્તર ગણાય, પુત્રી ખરાબ હોય તો તેની જવાબદાર તેની માતા ગણાય, તેમ જે સ્ત્રીઓની અવનતિ ગણાય તો તેના જવાબદાર પુરૂષ વર્ગ જ છે. માટે બંધુઓ ! સ્ત્રીઓને પુરૂષોએ કેળવણી આપવી તે તેના માટે આ દુનિયામાં મોટામાં મોટી ફરજ જાએલી છે. જે તેઓની તે વ્યતા સબંધી નિહાળીશું તે આપણને સ્પષ્ટ સમજાશે કે તેઓ પુને કેટલો તેમના ગ્રહકાર્યમાં આનંદ આપે છે. સંતપ્ત મનુષ્યોને જેમ વૃક્ષની શીતળ છાયા વિશ્રામ સ્થાન છે તેવી જ રીતે મનુષ્યને સંસારી ખટપટમાં બળી ઝળી રહેલ મનને તે એક ઘડીભર શાંતિનું સ્થળ છે. વળી તે મનુષ્યોના અંતઃકરણને આનંદ આપે છે. મહેનત મજુરીને અતિ વિશ્રામસ્થાન છે. દુખની છેલ્લી ઘડીએ દીલાસો આ પનાર છે અને બધી વખતે ખુશી ખુશી કરનાર છે. એજ ઘર કે જ્યાં સદૂર્ણ સ્ત્રી છે. આ પ્રમાણે સારામાં સારૂં ઘર એ એક સર્વોત્તમ નિશાળ છે કે જે યુવાવસ્થામાં તેમજ ઘડપણમાં પણ ઘણી જ ઉપયોગી છે. ત્યાં જુવાન અને ધરડાઓ આનંદ, સહનશીલતા, પિતાના મન ઉપર અંકુશ પ્રભુજીના ગુણનું પવિત્ર કથન અને પિતાના રતનચિંતામણીરૂપી પવિત્ર ધર્મને જુસ્સ શીખે છે. ઘર એ વળી સભ્યતાની પણ સર્વોત્તમ નિશાળ છે અને તે નિશાળને શિક્ષક સ્ત્રી છે. જે બાળકેએ વખતે અજ્ઞાનથી ભ
SR No.522036
Book TitleBuddhiprabha 1912 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size795 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy