SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ દરેક પ્રકારનું સુખ અનુભવે છે. કુદરતના મહાન તોથી શરૂ કરીને કીડી જેવા છેક નાના પ્રાણુ સુધી કુદરતની સર્વ ચીજે કર્તવ્યશીલ જીવન ગાળતી દૃષ્ટિગોચર થાય છે. મધમાખી જેવું નાનું પ્રાણ પણું કેટલું ઉદ્યાગી છે. અહેનિશ નિયમસર સૂર્ય અને ચંદ્રને ઉદય અસ્ત થયે જાય છે. ટાઢ તાપ વૃષા ક્રમશઃ આવ્યા કરે છે. વરતુમાત્ર પોતાના ધર્મ પ્રમાણે કર્તવ્ય કરે છે. કર્તવ્ય સાચા મિત્ર સમાન છે. કર્તવ્ય મનુષ્યને સંસારસમુદ્રમાં તરવા નિકાસમાન છે. મહાત્મા શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વિષેના પિતાના ભાષણમાં છે. પીટર્સન કહે છે કે તેમણે કર્તવ્યના સંબંધમાં મનુષ્યને જે બોધ કરેલો છે તેની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી જૂન છે તેઓ કહે છે કે “ જગતમાં કર્તવ્ય એ વસ્તુ સર્વથી મોટી છે, જે મનુષ્ય કર્તવ્ય સમજે છે, તે હમેશાં પરિણમે સુખી થયા વિના રહેતો નથી. આ દુનીઆરૂપી સમુદ્રના અગાધ પાણીમાંથી ડૂબતા બચવું હોય તે કર્તવ્યરૂપી નાકા ફક્ત તમને બચાવી શકશે. દરીએ પૃથ્વી પર ફરી વળતું નથી. ને વાદળાંઓ વરસાદ આપે છે, તે સઘળું તે દરેક પિત પિતાનું કર્તવ્ય બજાવવાથી કદી પણ પાછળ પડતાં નથી તેને લીધેજ છે. કર્તવ્ય એજ માણસના સાચા મિત્ર સમાન છે. તે લાચારને એક આશ્રયદાતા સમાન છે. જે પોતાનું કર્તવ્ય કરવામાં સાચે છે તેને કદી કંઈ નુકસાન થવા પામતું નથી. કર્તવ્ય એજ માણસને નરકમાં પડતાં બચાવી લે છે, ને સ્વમાં તેડી જાય છે. ” જૈનઘ૦ પ્ર0 અંક ૮ મે. મનુષ્ય જીદગીના નાના કે મોટા જે સ્વરૂપમાં હોય તેને તદનુરૂપ ધર્મકર્તવ્ય કરવાનું છે. જે મનુષ્યો કર્તશિલ હોય છે તેઓ વ્યાધિના ભોગ થઈ પડતા નથી, તેઓ ઉગી હેવાથી શરીર આરોગ્ય અને મનથી શાન્ત અને સ્વસ્થ રહી શકે છે. કર્તવ્યને સારો મિત્ર નિર્લોભ અને નિષ્કામ વૃત્તિથી પોતાનું કર્તવ્ય કરે છે. જે કર્તવ્યમાં પ્રેરાયેલું છે તે કાર્યસાધનાને માર્ગ સરળ રીતે શોધી કાઢે છે. .
SR No.522036
Book TitleBuddhiprabha 1912 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size795 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy