________________
૩૬૨
કર્તવ્યને કર્તવયની ખાતરજ કરવું જોઈએ. ફલના અધીરા અને અત્યંત આતુર મનુષ્ય કર્તવ્યપરાયણતાને હેતુ સમજી શકતા નથી. મનુષ્ય જીવનમાંના ધણુ પ્રસંગે એવા હેાય છે કે જે સમયે નિષ્કામવૃત્તિથી કાર્ય કરવાની જરૂર પડે છે. તે વ્યાવહારિક કાર્યો જેવાં કે મિત્ર વા સંબંધીના લાભ અર્થે કોઈ કામ કરતાં ઘણે પ્રસંગે નિઃસ્વાર્થબુદ્ધિ ધરવી ઉપયુક્ત ગણાય છે. પરોપકારનાં કૃત્યોમાં સ્વાર્થ સાધવાનો કે કાંઈ બદલો મળવાનો હેતુ ભાચેજ હોય છે. કોઈ પણ ધાર્મિક કાર્ય કરતા પ્રત્યક્ષ હિક લાભ અલ્પાંશે આપણે દ્રષ્ટિએ પડે છે, છતાં શાન્તિના સુખ અર્થે બધે આમુષ્મિક સુખને અર્થે, અને વારત સુજ્ઞ મનુષ્ય કર્તવ્યને કર્તવ્ય ગણીને જ આચરે છે.
कर्तव्य मेव कर्त्तव्यं प्राणैः कण्ठ गतै रपि ।
अकृत्यं नैव कर्त्तव्यं प्राणैः कण्ठ गते रपि ।।
જે કંઈ કરવા યોગ્ય છે, તે કંઠે પ્રાણુ આવતા સુધી કરવું અને જે કાંઈ કરવું અનુચિત છે તે આમરણાંત કષ્ટ આવે તો પણ ન કરવું. જ્યાં સુધી છવમાં છે, ત્યાં સુધી મનુષ્યમાત્રને પોતાનું કર્તવ્ય કરવાનું હોય છે. તે ગમે તેવા અલ્પ સંયોગોમાં હોય પરંતુ તે સગાને અનુસરીને તેની હાજતે પ્રમાણે તેને પિતાની ફરજો બજાવવાની હોય છે. આપણે અંતિમ ઉદેશ પળને હેવા છતાં પણ પ્રારંભમાં તે ઉદેશની સિદ્ધિ અર્થે ચઢતા ઉતરતા કમો ઉપરજ દષ્ટિ રાખવી પડે છે અને ક્રમ સચવાતાં ફળની સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. માત્ર ફળપર દૃષ્ટિ રાખવાથી અધીરાઈ આવે છે, અને કવચિત નિષ્ફળ થયે કર્તવ્યપર શ્રદ્ધા રહેતી નથી. આ હેતુથી ફળને હેતુ ગૌણ રાખીને જે કર્તવ્યપરાયણતાને જ પ્રાધાન્ય આપવામાં આવે તે કવચિત્ નિષ્ફળતા આવતા છતાં પણ સ્વસ્થ રહી શકાય છે. અને જે ચાહે જ સ્થિતિમાં રેડ પાન કરતાં જે અમુક કાર્ય સિદ્ધ થાય નહિ તે તેમાં દેષ કાઢવાજેવું થોડું જ હોય છે કારણ કે કર્તવ્યશીલ મનુષ્યને તેનું હૃદય ધીરજ આપે છે. તેણે યત્ન કરેલ હોવાથી તેનું ચિત્ત સ્વસ્થ રહી શકે છે.
કર્તગ્યક્રમમાં પ્રવૃત્ત થવાને વીરત્વની આવશ્યકતા છે. સતહિન નિર્બળ સુસ્ત મનુષ્ય કોઈ કાર્ય સાધી શકતું નથી. બળહીન મનુષ્ય શ્રમથી કંટાળી કાઈ પણ સાહસની મહેનત માથે લેતોજ નથી. રંક મનુષ્યના મનેરની માફક નિર્બળ મનુષ્ય ગમે તેટલો ઉત્સાહ રાખે, પરંતુ જેમ વર્ષ