________________
જો નિબળતા પુનઃ પુનઃ અનુભવવામાં આવે તે તેનું ઉદ્યોગબળ તદ્દન વિશિણ થાય છે. તેને પોતાની શક્તિ પર પૂર્ણ શ્રદ્ધા રહેતી નથી; ભવિષ્યમાં કઈ પણ ઉદ્યાગ આરંભતાં તે ડરે છે; અને તેની સાહસિકવૃત્તિ નિર્મળ થાય છે. જેમ દેવતાની ચીણગારીપર લાકડાને મોટો ઢગલો કરવામાં આવે તે તે બુઝાઈ જાય છે તેમ ગજા ઉપરાંતનું કામ મનુષ્યના બળનો મિથ્યા ક્ષય કરે છે. એથી ઉલટું માફકસરનો ઉદ્યમ મનુષ્યની શક્તિમાં વિકાસ કરી ક્રમશ: મહાભારત કાર્ય કરવાને તેને સમર્થ કરે છે. તેના કર્તવ્ય બેળનું પિષણુ થઈ તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. કર્તવ્ય બળમાં શ્રદ્ધા હોવાથી તેનામાં નવિન ઉત્સાહ–જીવન રેડાય છે, અને કાર્યસિદ્ધિનું સુખ તે અનુભવે છે.
કાર્યપ્રવૃત્તિસમયે ધર્મની ઘણી જરૂર છે. અધીરા થવાથી અણીના સમયે મુનુષ્યો આખા કાર્યક્રમને નુકસાન પહોંચાડે છે. કેલસે તેના
બતી નાવિકની અધીરાઈને વશ થઈને પાછા ફરવાનું સ્વીકાર્યું હોત તો તેણે ભાગ્યે જ અમેરિકા ખંડ શોધી કાઢો હેત. અપકવ ફળ મિષ્ટ હેતાં નથી; આમ્ર ફળમાં મૃગશર નક્ષત્રમાંજ મીઠાશ આવે છે; ખેડુત પાસે બેતીની સર્વ સામગ્રી છતાં પણ અકાલે પાક નીપજાવી શકતો નથી; વાવ્યા પછી તેને બે ત્રણ માસ રાહ જોવી જ પડે છે; તેમ ઉદ્યાગની પરિપાક સ્થિતિને આધાર સમયને અવલંબીને રહે છે. સમુદ્રમાં પ્રયાણ કરતા વહાણના માર્ગમાં અનેક ખરાબા આવે છે; છતાં તે પિતાના નિશ્ચિત માર્ગની આશા છેડતું નથી, તેમ મનુષ્યોને તેમના કાર્ય પ્રવાહમાં અનેક વિનિ નડે છે,
તાં ધીર પુરૂષો ધીરજ ખેતા નથી. અધીરા મનુષ્યો અવિચારી ગણાય છે. अनारम्भोहि कार्याणां, प्रथम बुद्धि लक्षणं । प्रारब्धस्यान्त गमनं, તિય યુરિ ઢક્ષણ કાર્ય ન આરંભવું તે સારું પરંતુ આરંભ્યા પછી તેને અંત સુધીમાં અને ત્યજી દેવું ન જોઈએ, અધીરા મનુષ્યથી કઈ પણુ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. કાચું કાપવાથી નુકસાન થાય છે. એવા ઘણુ મનુષ્ય હોય છે કે જેઓ કાર્યક્રમની સિદ્ધિ માટેના યોગ્ય સમય પહેલાં ઉતાવળ કરે છે, અને પછી પસ્તાય છે. અધીરા મનુષ્યમાં બુદ્ધિબળ કરતાં ઉત્સાહ બળ વિશેષ હોય છે. ઉત્સાહ એજનની વરાળરૂપે છે; જે તેનાપર બુદ્ધિબળને અંકુશ ન હોય તો તે સ્વછ વર્તે છે. કાર્ય સાધનાના અતીવ ઉત્સાહથી પ્રેરાઈને વિવેકબુદ્ધિની પ્રેરણુઓને તે દબાવી દે છે, અને મનુષ્યને કાર્યપ્રવાહના ક્રમ પ્રતિ દુર્લક્ષ્ય રાખી તેના ફળપ્રતિ આતુર બનાવે છે,