________________
ગુજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીને વિહાર.
માગસર વદ ૩ ને શુક્રવારના રાજ સવારમાં પૂજ્ય મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજીએ મુંબાઇથી ગુજરાત તરફ઼ે વિહાર કર્યાં છે. વિહાર વખતે ઘણા સગૃહસ્થા તથા બાઇ વિરશાસન જયના આન ંદિત ઉદ્ગારે। કાઢતા દેઠ ભાયખલા સુધી ધામધુમ સાથે વળાવા ગયા હતા. મહારાજશ્રીના અત્રે નિવાસ દરમીઆન તેઓશ્રી પાતાના ગુરૂની આજ્ઞાનુ સાર કોઇપણુ જાતની ખટપટમાં નહી પડતાં શ્રેતા જનને નૈતિક, સામાજીક, ધાર્મિક બાબતાનાં અવર્ણનીય અને અસરકારક વ્યાખ્યાના દ્વારા ભાષણા આપતા હતા તેમ પેાતાના અમુલ્ય વખતનેા ઉપયાગ પુસ્તક રચનામાં કે કાઇ ધરમ પરત્વે ઉન્નતિની બાબતમાં વ્યતિત કરતા હતા. બેશક એટલું તે ખરૂજ છે કે પરોપકારાય સતર્તાવિશ્રુતયઃ સંત પુછ્યાની લક્ષ્મી એ પારકાના ભલા માટે જ છે તે અસરશઃ ખરૂ છે. આવા વિદ્વાન મુનિરાને જ્યાં જ્યાં ખિરાજે છે ત્યાં ત્યાં સદા શાંતિ અને આન ંદજ પ્રસરી રહે છે અને ધર્મના
ઉઘાત થાય છે.
આ વિદ્વાન મુનિરાજે છ સાત વર્ષમાં કાંઇ નહિ . તે ૨૦-૨૫ પુસ્તકા લખી અનેક જીવા ઉપર ઉપકાર કર્યાં છે. “ હાથક કણને આરશીની જરૂર નથી ” તેમ આ મુનિરાજની વિદ્વતા સંબધી કઇ વધુ ખેલવાની જરૂર રહેતી નથી. તેઓશ્રીનાં પુસ્તકા ઉપરથીજ તેની દૈવી નિરમળ અધ્યાત્મ વૃત્તિ ! કેવી જ્ઞાનની ગૈારવતા, જૈન ધર્માંન્તિના અર્થે કેવી તીવ્ર લાગણી અને પુરૂષાથી આગળ વધવાની કેવી ઉત્કંઠા વિગેરે આદર્શની પેઠે બતાવી આપે છે. છેવટ તેઓશ્રીના વિહાર દરેક રીતે સુખ શાંતિમાં પસાર થા અને ગુજરાતના પાટનગર રાજનગરમાં થેાડા દિવસમાં પધારા એવું અમ્મા અમારા જીગરથી ઇચ્છીએ છીએ અને તે બદલ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના કરીએ છીએ. ૐ શ્રી ગુરુ: