SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા આશયે સર્વે, હજી સમજાય નહિ પૂરા; અગમને ભેદ લીધાવણ, અમારી સાથે નહિ આવે. માદા અમારી આંખથી જોતાં, અધિકારી નથી પુરા. બુદ્ધચબ્ધિ બધિની પ્રાપ્તિ, થતાં સાથે રહી ચલો. . શનિઃરૂ सुमति अने कुमतिनु स्वरुप. ( લેખક, મુનિશ્રી બુદ્ધિસાગરજી. મુબાઈ. ) ( અનુસંધાન અંક સાતમાના પાને ૨૦૮ થી ). સંત પુરૂષની ભક્તિ માટે લક્ષ્મીનો સદુપયોગ કરવાથી જગતનું સદ્ધિ યાર અને સદુપદેશવડે ભલું કરી શકાય છે. ગુરૂકૂળો વગેરમાં લક્ષ્મીને સદુપયોગ કરવાથી ભવિષ્યમાં ઉન્નતિ કરનાર મનુ બનાવી શકાય છે અને તેથી ધર્મને ફેલાવો કરી શકાય છે. સદગુણે પામેલા મનુષ્યથી જગતનું ભલું થાય છે માટે સદ્ગણધારને લક્ષમીવડે મદદ કરવાની જરૂર છે. શ્રાવકે અને શ્રાવિકાઓના ભલા માટે લક્ષ્મીમૉએ ભક્તિના પરિણામ વડે તે ક્ષેત્રમાં લક્ષ્મીને વ્યય કરવો જોઈએ. એમના અભ્યાસી એવા મુનિરાજેની ભક્તિ કરવી જોઈએ. જનતવયોગની પાઠશાલાએમાં લક્ષ્મીને સદુપયોગ કરવો જોઈએ. ગૃહસ્થ મનુષ્યોએ લક્ષ્મીને સદુપ ગ કરી મનુષ્ય ભવતી સફલતા કરવી જોઈએ, અથવા પરિગ્રહને ત્યાગ કરી ત્યામાવસ્થા ગ્રહણ કરવી જોઈએ કે જેથી આત્મકલ્યાણ થાય; એમ ન સુમતિ શિખવે છે અને આત્માના ગુણનો પ્રકાશ કરવા સુમતિ વિવેકને પ્રગટાવે છે. સુમતિથી બ્રહ્મચર્ય ગુણ ધારણ કરવાને ઉત્સાહ પ્રગટે છે. ભૂતકાળ- - માં અનેક મનુએ બ્રહ્મચર્ય ધારણ કરી સદ્ગતિને પ્રાપ્ત કરી અને ભવિષ્યમાં પણ અનેક મનુષ્ય સદગતિને પ્રાપ્ત કરશે. બ્રહ્મચર્યની શક્તિ સમાન અન્ય કાઈ શક્તિ નથી. બ્રહ્મચર્ય ગુણને દેવતાઓ અને ઇન્ડે પણ નમસ્કાર કરે છે. બ્રહ્મ સ્વરૂપમાં સદાકાલ રમણતા કરવાને માટે બ્રાહ્ય બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે. પૂર્વના વખતમાં મનુષ્યો બ્રહ્મચર્ય લાંબા વખત પર્યત
SR No.522032
Book TitleBuddhiprabha 1911 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size725 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy