________________
૧૩૪
થામાંથી સારૂ ગ્રહણ કરવું હોય તે સર્વત્ર ગણદષ્ટિથી ગુણ લેવાનો
અભ્યાસ પાડવો. પર મૂખના વિચારે સાંકડા અને અજ્ઞાનથી ભરપૂર છે. ભૂખ વિદ્વાને
માટે ગમે તેવો અભિપ્રાય બાંધે તેથી વિદ્વાનોએ ડરી જવું નહિ. લાખો નિરક્ષર અભણ મનુષ્યોના અભિપ્રાય કરતાં એક તત્ત્વજ્ઞાની મહાત્માના અભિપ્રાય ઉપર લય આપવું-મૂર્ખાઓની વાહવાહથી અને તેઓની ભક્તિથી તમે પિતાને મહાન ધારશે નહિ, જ્ઞાનિને અભિપ્રાય અમૂલ્ય છે. રાગ, દ્વેષ, સાંકડી દષ્ટિ, મમત્વ, દેવ, નિન્દ્રા, કલેશ,વિર આદિ પુણે જેનામાં છે તેવા મૂખીઓ પોપટની પેઠે ભલે ભણું ગયા હોય પણ તેઓનું હદય ઉચ્ચ હેતું નથી તેના વિચાર પ્રમાણે ચાલનારાઓ.
દુઃખથી મુક્ત થતા નથી. ૧૩ ધર્મ બનાવવાના પહેલાં મનુષ્ય બને. મનુષ્યપણું સદ્ગુણો વિના કહી
શકાતું નથી. દરેક બાબતને વિચાર કરે. પિતાની અક્કલ ધરાણે મૂકીને અન્યની અક્કલના દેરાયા ચાલીને પશુ સમાન ન બને. તમારી અક્કલ કેક પણુ પ્રકારે કઈ વસ્તુને નિશ્ચય કરવા સમર્થ ન થાય ત્યારે તમે જ્ઞાની ગીતાર્થના વચનપર વિશ્વાસ રાખો પણ સામાન્ય અકલવાળા કંઇ કહે તે ઉપર એકદમ અભિપ્રાય બાંધશો નહિ. કોઈ પણ બાબતનો અભિપ્રાય બાંધતાં પહેલાં ચારે બાજુએથી તપાસ કરશે. મુદત લંબાવશે. ધીરજ રાખશો પણ એકદમ મનમાં આવે તે પ્રમાણે કરી દેશે નહિ. પરીક્ષાપૂર્વક
તત્ત્વને ગ્રહણ કરશે. ૧૪ કોઈપણ મનુષ્ય સંબંધી અભિપ્રાય બાંધતા પૂર્વે પૂર્ણ વિચાર કરશે
અધુરાને કોઈપણ બાબતનો અભિપ્રાય આપવાને હક્ક નથી. અધુરાને પરીક્ષાને હક નથી. અધુરાની દષ્ટિ અધુરી હોય છે તેથી તે કોઈ પણ બાબતનું પૂર્ણ સ્વરૂપ વિલોકી શકતો નથી. અધુરાની પણ પરીક્ષા કરવી
તે પણ વિચારવા પડ્યા છે. ૧૫ હજાર મૂખ, કલેશ અને અવિનયી શિષ્ય કરતાં જ્ઞાની સગુણુ અને વિનયી એક શિષ્ય સારે. શિષ્યના ધર્મ સમજ્યા વિના શિષ્ય થવાને અધિકાર નથી શિષ્યને ધર્મ સમજ્યા વિના શિષ્ય થવું તે એક ગુહે
છે. ગુરૂને ધર્મ સમજ્યા વિના ગુરૂ થવું તે પણ એક જાતને ગુન્હ છે. ૧૬ કઈ પણ પદવી ૫ લેતાં પહેલાં તેના ગુણે પ્રાપ્ત કરવા જોઈએ.
પદવી પ્રાપ્ત કરીને મોકલાશે નહિ કિનું સ્વપરની ઉન્નતિ કરવામાં