SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ કીકી તમારા પ્રવૃત્તિ કરે. ઈઓએ અવનતિનું મૂળ છે. જે મનુષ્ય અન્યને ખાડામાં પાડવા પ્રપ રચે છે તે પોતાને હાથે મસાણ અને ઘરને બનાવે છે. ૧૭ પિતાની નિન્દા અને સ્તુતિ તરફ બહેરા બનશે, તમારું સ્વર્ગ તમારા આત્મામાં છે અને નરક પણ તમારા આત્મામાં છેમતલબ કે તમારા આત્મા ઉચ્ચ થશે તે સ્વર્ગમાં જશો અને તમારા આત્મા દુર્ગણેથી નીચ બનશે તે નરકમાં જશે. ૧૮ લહમવતને લક્ષમીથી માન મળતું નથી પણ લક્ષ્મીના ત્યાગથી માન મળે છે. કોઈ પણ સ્થાનમાં લક્ષ્મી વાપર્યા વિના અથવા વાપરશે એવું જાણ્યા વિના લક્ષ્મીવન્તને કોઈ માન આપતું નથી. ખરી લક્ષ્મી તમારી આત્મામાં છે અને જૂહી લક્ષ્મી તમારી આંખ આગળ છે. જૂહી લક્ષ્મીના દાસ બનવા માટે મનુષ્યજન્મ નથી પણ ખરી લક્ષ્મીના સ્વામી બનવા માટે મનુષ્યજન્મ છે. ૧૯ તમે તમારી જે કિસ્મત દાવો છે તેના કરતાં અધિક કિસ્મત કઈ કરશે નહિ. તમારી વૃત્ત જેવા તમે થશે. તમારું ભવિષ્ય, વર્તમાનમાં તમે રચા છે. તમારા ભવિષ્યના નસીબના તમે વર્તમાનમાં સ્વામી છે. ૨૦ આત્મ વિશ્વાસ એજ સુખનું મૂળ છે. તમારું હદય જેવું છે તેવા તમે છે. દુનિયાના કહેવા ઉપર આધાર રાખશો નહિ. તમારી પરીક્ષાને દુનિયાને શે હકક છે. તમારી પરિક્ષા તમે જાતે જ કરી શકે છે. ૨૧ જે લખે તે દુનિયાના ઉદ્ધાર માટે લખે. દુનિયામાં સર્ષની છઠ્ઠા ધારણ કરે નહિ. રાક્ષસી વિચાર કરી નહ. મેટા સદગુણોથી મહાન થવાય છે. પણ કોઈને નાશ કરીને કદી મહાન થવાના નથી. ૨૨ સદાકાલ નિર્ભય રહે. નિર્ભય આત્મા સર્વત્ર અભયને દેખે છે અભય રૂ૫ તમે છે. શા માટે ભયના વિચાર કરી દુઃખી થાઓ છે. હું દેહ નથી. મન નથી પરબ્રહ્મ છું. મને કોઈ જાતનો ભય નથી એવી ઉત્તમ ભાવના ભાવો. ગામડાઓમાં બાતિનાં ચિન્હ બતાવતાં શેરીઓનાં કૂતરાં ભસે છે. અન્યોને શંકા પડે છે. નિર્ભયતામાં દુઃખનું સ્વનું છે. ૨૩ દુનિયામાં સત્ય સર્વત્ર છે. સત્ય ધર્મ કોઇને ત્યાં રજીસ્ટર કરી આપો નથી. જાતિ અને જાતિના ભેદેમાં સત્ય ધર્મ છે. સત્ય ધર્મના સર્વે અધિકારી છે. સત્યને અજ્ઞાન બે ભિન્ન ભિન્ન છે. સત્યની ભાવના કરે. શ્રી કેવલિ પ્રભુએ સત્યધર્મને ઉપદેશ આપ્યો છે તે લક્ષ્યમાં ધારે સત્ય ધર્મના કિરણોને પ્રકાશ પિતાની મેળે સત્યતાને નિશ્ચય કરાવી શકશે. મન મળી નહિ ,
SR No.522029
Book TitleBuddhiprabha 1911 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size882 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy