________________
૧૪૮
પૂર્વક અંતરના ભાવે ઉપાસના કરે છે પરંતુ જ્યારે તે સ્થળેથી તેઓ વિમુખ થાય છે ત્યારે જાણે સ્વાર્થને સરદાર અને દયાને કો શ હોય તેની પેઠે પિતાનું વતન રાખે છે. કેઈ વિશ્વાસુ આવ્યો કે તેને આંમલી પીપળી સમજાવી છપન ઊઠું છાસી ને બે મુકયા છુટના એમ કરી બિચારાને છે. તેરે છે. વખતે માલ પણ હેર કેર કરી દે છે. ખોટાં ખરાં કરવામાં પણ શુ હોય છે. બેદી સાહેદી પુરવી હોય તો એ ભાઈ સાહેબનો પહેલો નંબર ગણવાને. પ્રિય બંધુઓ વિચાર આ કેવા પ્રકારનો ધર્માચાર ? વખતે કોઈ અવી શીખામણ આપે કે ભાઈ ગુરુ મહારાજ કહેતા હતા કે બેટા લેખ લખાવવા-દસ્તાવેજ કરાવવા એ તો મહાપાપ કહેવાય. ત્યારે તેને ઉત્તર આ પશે કે ગુરુ મહારાજ એમનો ધર્મ બજાવે છે. આપડે આપડે ધડમ બાવો જોઈ એ નહિં ટો છોકરાં ભીખજ માગે. “ એ દેરાસરમાં ભકિતભાવ પાડમાં તે આમજ ચાલે. ” આથી શી રીતે કલ્યાણ થાય ? આ તા. બંધુઓએ યાદ રાખવું જોઇએ કે વેપારમાં ને નીતિ હોય છે તેમજ તે વેપાર સારો ચાલી શકે છે. આપણું ભાવો બધો વખત શુદ્ધ અને સારા રાખવા જોઈએ. કપટથી કઈ તર્યું નથી અને તરવાનું પણ નથી. “ કપટ ત્યાં ચપટ ” જે માણસે દગલબાજી કરી પૈસા સંપાદન કરે છે તેનું કદી ઉચું આવતું નથી તેમ લોકમાં પણ તે માન પ્રતિષ્ઠા પામી શકતો નથી. એતો છેવટે “ દુધના દુધમાં ને પાણીના પાણીમાં સમજવા ” માટે વેપારમાં પણ સદાચાર જાળવવાની વિશેષ જરૂર છે. સદાચારી મનુષ્ય પિતાની કાયિક, માનસિક, વાચિક શક્તિઓ પૂર્ણપણે ખીલવી શકે છે તેમજ તે અધ્યામજ્ઞાનનું આવાહન કરે છે અને પરમાનંદ ભક્તા બને છે. વળી સદાચારી મનુ નિરાભિમાની, નિમન અને નિસ્પૃહતાવળા થઈ શકે છે. સદાચાર એ શબ્દ છે કે તેમાં સર્વ માનસિક ગુણે અંર્તભૂત છે. એ કાઈ પણ ગુણ નથી કે જે સદાચારમાં નહિ સમાયેલા હોય. માટે સદાચાર એ સવે ગુણોનું સદન છે. સુખનું સાધન અને મોક્ષનું ભાજન છે. વળી સદાચારથી સમ્યગજ્ઞાનની પ્રાપ્તી થાય છે. સવ્યગાન એને કહેવાય છે કે જે પક્ષપાત કર્યા વિના જે વસ્તુ જેવા રૂપે કરીને ભુષિત હોય તે વસ્તુને તફ કરી ઓળખવી તેને સમ્યગ જ્ઞાન કહે છે એટલે સદાચારી મનુષ્ય ન્યાય નિષ્પન્ન પણ થઈ શકે છે.
વળી સદાચારી પુરૂનું વચન વજનદાર અને પ્રતિતિવાળું હોઈ શકે છે,