SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ પણ નદીમાંથી કાઢી આપી નહિ. માટે અસત્ય બોલવામાં કશે લાભ નથી. કદાચ પિતાના હાથે લાખોનો વેપાર ચાલતો હોય તે પણ પિતાની મહેકતાણુંને માટે જે મલતું હોય તે સિવાય એક પાઈની પણ વેપારમાં ગફલત કરવી નહિ અને સત્ય રીતે ચાલવું. ચૅનલમાંથી ( પ્રલિકા ) માંથી ઘણું પાણી પસાર થઈને જાય છે પણ પ્રણાલિકા તે પિતાના કદ જેટલું જ પાણી રાખી શકે છે તેમ મનુએ પણ પોતાના પગાર જેટલું જ પતાનું ગણવાનું છે. કદાચ પ્રાણુલિકા એમજ ગણે કે મારામાંથી જે સઘળું પાણી પસાર થાય છે તે સ્થળે હું મારા પિતાનામાં જ રાખું તે છેવટે તે પ્રવાહ આવતો બંધ થશે અગર એમ નહિં થાય તે પ્રણાલિકા પાણીના પ્રવાહના જોરે ટુટી જશે તેમ મનુષ્ય પણ જે તેમના હાથે લખનો પોતાના ધણીને કાબાર થતું હશે તેને નિમકહરામ કરી પિતાના સ્વાર્થ તરફ વાળશે તે તેમની પણ પ્રણાલિકા જેવી સ્થિતિ થશે અર્થાત તેમની નોકરી ટુટી જશે યા નહીં તે તે બદદાનતને માલમ પડશે તે તેના હાથે સોળે કારોબાર થતો બંધ થશે. આ અનુમાન સિદ્ધ છે માટે તેના માટે દાખલા આપવાની આવશ્યક્તા જોતો નથી. સદાચારથી શું અલભ્ય છે ? એવી કઈ પદવી છે યા એવી કઈ થિનિ છે યા એવી કઈ વિભુતિ છે જે સદાચારીને અપ્રાપ્ય છે. બે કિતા કમળા ઈને વર્યા હોય તે તે સદાચારી મનુનેજ વર્યા છે. ખરેખર જે આપણે આપણા આર્યાવતનું બારીકાઈથી અવલોકન કરીશું તે આપણને સ્પષ્ટ જણાશે કે હાલ તેમાં સદવર્તનથી ચાલનાર મનુષ્યોની સંખ્યા સમુદ્રમાં બિંદુ માત્ર છે અને તેજ તેની અધોગતિનું મુખ્ય કારણ છે. બાકી સદ્વર્તનથી કેણે જય પતાકા નથી મેળવી ? કોણ પોતાનું હિત સાધિ નથી શકયું ? તેના આગળ કયું દુઃખ ટકી રહ્યું છે ? મહાન સતિ સીતા પિતાના શીળ વતના પ્રભાવ વડે કેવા દુ:ખમાંથી બચી ? સુદર્શન શેઠને શાથી સૂળી મરી સિંહાસન થયું ? આ શું સૂચવે છે. માટે શીળ જ શ્રેષ્ઠ છે. તેને દરેક વિવેકપૂર્વક સેવવું જોઈએ. એના જેવું એક ઉત્તમ ધન નથી કારણકે શીળ દુર્ભાગ્યને દળે છે ને સદ્ભાગ્યને સંપાદન કરે છે. વળી તે પાપનું ખંડન કરે છે ને પુણ્યનું ભંડોળ કરે છે માટે તે સેવવાની ઘણી અગત્યતા છે. કેટલાક આપણામાં એવા હેય છે કે દેરાસર આદિ ધાર્મિક સ્થળોએ જાય છે ત્યારે શુદ્ધ ભાવ અને ભકિતપૂર્વક ભગવાનનું સેવન પૂજન કરે છે, વળી ઉપાશ્રય આદિ સ્થળે જાય છે ત્યારે ગુરૂ મહારાજાઓની પ્રેમ
SR No.522029
Book TitleBuddhiprabha 1911 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size882 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy