________________
પ્રથમ તેઓ હતા. શ્રીરવિસાગરજી મહારાજે ૪૭ સુડતાલીશ વર્ષ પર્યત ચારિત્ર અખંડ નિર્મળ પાળ્યું. અમદાવાદ વગેરેમાં તેમની ઘણી પ્રતિકા થઈ શે. વીરચંદભાઈ દીપચંદ શેઠ. દલપતભાઈ ભગુભાઈ. શેઠ. જેશંગભાઈ હ. ઠીસંગ. શેઠ. સુરજમલ સેદાગરનું કુટુંબ શેઠાણું ગંગાબેન. શેઠાણું મતિકુંવર વગેરે ઘણા શ્રાવક અને શ્રાવિકાઓ તેમના અત્યંત રાગી બન્યા. પ્રતિક ઉઝમણું અઢાઈ મહેસવ તીર્થયાત્રાઓ વગેરેથી ઘણી જૈન શાસનની પ્રભાવના કરી. મેસાણામાં તેમના પ્રાવક ઉપાશ્રય બંધાવ્યો હવ. સં૧૯૫૪ ના જેઠ વદી ૧૧ ના રોજ તેમણે મેસાણામાં દેહોત્સર્ગ કર્યો અને સ્વર્ગસ્થ થયા. શેઠ. વીરચંદભાઈ દીપચંદ, શ. મેહનલાલ મગનલાલ વગેરે ગાડીમાં બેસી મેહસાણા આવ્યા. શ્રીમદ શ્રી રવિસાગરજી મહારા. જની પાલખી મહેસાણામાં શ્રાવક સંધે મેટી ધામધૂમથી કાઢીને તેમના શરીરને અગ્નિસંસ્કાર કર્યો. શેઠ. વીરચંદભાઈ દીપચંદની મદદથી મહસાણના શ્રાવકોએ એક દેરી ત્યાં બંધાવી છે. શ્રીમદ્ રવિસાગરજી મહારાજ ચારિત્ર પાળવામાં દ્રઢ હતા. શ્રી બુટરાવજી મઝારાજ, શ્રી બ્રહ્મચંદજી મહારાજ, શ્રી મુલચંદજી મહારાજ, શ્રી આત્મારામજી મહારાજજી, શ્રી મોહન લાલજી મહારાજજી, શ્રી રાજેન્દ્રસૂરિજી વગેરે પ્રખ્યાત મુનવરા તેમના સમાન કાલીન હતા, સર્વ મુનિવરો ચારિન પાળવામાં શ્રીમદ્દ મહાપુરૂષની એક અવાજે પ્રશંસા કરતા હતા.
શ્રીરવિસાગરજી મહારાજનો વિકાર પ્રશસ્ય હતું. તેઓશ્રી માસ કલ્પ પ્રાયઃ શેષકાળમાં કરતા હતા. એક વખત પ્રાયઃ આહાર કરતા હતા. નીચી દષ્ટિ રાખીને જીવની રક્ષા થાય તેમ ગમન કરતા હતા. નિર્દોષ આહાર લેવા માટે અત્યંત કાળજી રાખીને નિદોષ આહાર ગ્રહણ કરતા હતા. આચારશુદ્ધિ પર તેઓ અત્યંત લય ધારતા હતા. અન્ય તે વખતના સાધુઓની સાથે મેળાપ રાખતા હતા. કોઈ પણ અન્ય સંધાડાના સાધુઓની સાથે ખટપટમાં ઉતરતા નહોતા, સત્ય ઉપદેશ આપતાં કદી ડરતા નહોતા. તેમની વૈરાગ્ય દેશની એવી તો અસરકારક હતી કે ગમે તેવા મનુષ્યોને પણ અસર કર્યા વિના રહેતી નહતી. તેઓશ્રી ઉપગ રાખીને બેલતા હતા, તેથી કેઈની સાથે કલેશ થતો નહતો.
1 ટનેટ–ત્રીમદ રવિસાગરજી મહારાજને ચારિત્રની દિશાનું ભાષણ મુંબઈમાં ૧૯૬૭ જેઠ વદી ૧૧ ના રોજ પ્રાતઃકાલમાં મુંબઈમાં મુનિશ્રી બુદ્ધિસાગરજીએ કર્યું હતું. આશરે ત્રણ હજાર મનુષ્યોએ ભાષણનો લાભ લીધા હતા. બહુ અસરકારક ભાષણ આપ્યું હતું. તત ભાષણમાંનો કેટલોક ભાગ મહારાજશ્રીએ અવ લખ્યો છે. વ્યવસ્થાપક,