SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ મહારાજા શ્રી બુદ્ધિસાગરજી મહારાજને ૧૦૦ વાર વંદના કરું છું. અહે મહાવીર પ્રભુ ! શાસ્ત્રકર્તાઓ ! થારા! આપના મુખાવિદમાંથી નીકળેલાં પવિત્ર વચને વર્તમાન સ્થિતિ-કાળમાં નજર સમક્ષ દેડે છે, ને ભવિષ્ય કાળમાં દોડશે; એ નિઃસંશય, જે સંસારને જ્ઞાની અસાર માને છે, કર્તવ્યલક્ષી પરાર્થનું સ્થાન માને છે, તે વિષય વાસનાવાન માનવીઓ સુખાદિ ભેગાનું સાધન માને છે, તે સંસારમાં ઉદય અસ્ત, ચડતી પની ને જય વિજયનો કેમ નિરંતર ચાલ્યા જ કરે છે. એ વાટયે સંસાર આત્મ કર્તવ્યમાં મશગુલ છે પરંતુ સંસારવાસી માનવીઓ આતમકર્તવ્યની બુદ્ધિનો બહિષ્કાર કરી અન્ય વ્યવસાયમાં આત્માની લેજના કરે છે. એજ કળીયુગનું પ્રાબલ્ય છે. એક સમય એવો હતો કે સર્વત્ર જેનધર્મ પ્રકાશ તેની દિવ્ય - જાઓ કરકરી રહી હતી, જ્યારે અત્યારે ગમ્યાં ગાંઠયા માત્ર ચાદલક્ષ મનોજ એ પવિત્ર ધર્મના અનુયાયિ છે. એક દિવસ એવો હતો કે મન-વચન-ને કાયાથી પતિ સેવાને અર્થે અનેક સંકટ સહન કરી સતીએએ પિતાના ફીલત્વનું સંરક્ષણ કર્યું હતું જ્યારે અત્યારે પતિવ્રત ને ને શીલભાવના માત્ર નામની જ છે. એક દિવસ એવો હતો કે સજા મહારાજાઓ પણ જેની હતા ને અહિંસા ધર્મના પાલક હતા જ્યારે અત્યારે તે જ મહારાજાઓના વંશજો સર્વ ભલી બની પોતાના કુલ ધર્મને ત્યાગ કરી મહાન જીવહિંસા કરતાં કરતા નથી. એક સમય એવો હતો કે મહાન આર્યભોમ નૃપતિ સત્યવાદિ હરિશ્ચંદે નીયને ઘેર વેચાઈ પોતાની સ સતાને સ્થિર કરી હતી જ્યારે અત્યારે “સત્ય ' એ માત્ર મુખમાં ઉચ્ચાર થાય છે. એક સમય એવો હતો કે પિતાના હાથની ધોરી નસ કાપી સારં ગીના તારને બદલે ગોઠવી રાવણ રાજાએ ધમ ભાવનાની વૃદ્ધિ બતાવી હ. તી જ્યારે અત્યારે દેહકાટ કે સ્વાર્થની ખાતર ધર્મને બાજુ પર મૂકી દેવામાં આવે છે. અર્થાત કે દેહની ખાતર ધર્મની કિંમત અલ્પ ગણવામાં આવે છે. એક દિવસ એ હતી કે શાલીભદ્રના છ પૂર્વે ગેપાળીકના ભવે મહા પરિશ્રમે મેળવેલ ખીરનું ભેજને સુપાત્રદાન કરી સુપાત્રદાનને મહિમા - તાવ્યા હતા, ત્યારે અત્યારે પાત્ર અપાત્રને વિચારજ નથી થતું ને તેથી જ દાનનું પલ અગમ્ય જણાય છે. જી ! ધન્ય છે તે ધર્મને ! ધન્ય છે તે સત્યને ! ધન્ય છે તે દયાને ! અહા ! દાન, શીયલ, ને ધર્મ ભાવનાની શું બલિહારી !
SR No.522028
Book TitleBuddhiprabha 1911 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1911
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size821 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy