________________
૧૧
મહાશ ! તેજ ધર્મના પ્રભાવે, તેજ દયાના પ્રભાવે, તેજ સત્યના પ્રભાવે, તેજ શિત્વના પ્રભાવે, તેજ ધર્મ ભાવનાની વૃદ્ધિના પ્રભાવે અને તેજ દાનના પ્રભાવે દુનીઆની અને મહાન વ્યક્તિઓ–સ્ત્રી વા પુરૂષ મહાન સંપત્તિઓને મેળવી તેને પરાર્થે સદુપયોગ કરી, અને દેવાદિકના અનેક અત્યુત્તમ વેભ ભેગવી સાશ્વત સુખને મેળવવા ભાગ્યશાળી બન્યા છે. તેવાં અનેક દષ્ટાંતિ શામદાર ને ગુરૂમુખધારા સાંભળીએ છીએ. પરંતુ દિલગીરીની વાત છે કે આપણે જેટલું જાણ્યું છે, સમજ્યા છીએ, સાંભળ્યું છે. જોયું છે ને અનુભવ્યું છે તેનું આપણે યાચિત પાલન કરતા નથી. આપણને આપણું પવિત્ર શાસ્ત્રાને આપણે પૂજ્ય મુનિ મહારાજે પુકારી પુકારી કહે છે તદપિ આપણે આપણું મતાગ્રહને નથી છોડતા તે શું આપણું ઓછું મળ્યું છે. બધુઓ ! જે ખરું પૂછવો તે આર્યાવર્ત જે દયાળુ ને દાનશીલ ગણાય છે તે જૈન ધર્મના પ્રતાપેજ, હજી પણ કંઈ દેશમાંથી દયા ને દાનનું તત્વ બિલકુલ નાબુદ થયું નથી. તેના પર માત્ર ધર્મા ભાવે અજ્ઞાનનાં પડ કાયાં છે. આપણા હાથમાંથી સાવ બાજી નથી ગઈ. હજી જેને આપણે પ્રયત્ન કરીશું, શાસ્ત્ર આજ્ઞાને અનુસરશું, દેવગુરૂમાં દઢ શ્રદ્ધા ને ભક્ત રાખીશું, પ્રાણી માત્રને આત્મવત્ ગણીશું, તે હું ખાત્રીપૂર્વ ક કહું છું કે આપણું અનાદિ–પ્રાચીન છન મતને આપણે પુનરાધાર કરી દુનીઆમાં વિજયધ્વજ ફરકાવીશું. અરે ! પણ એ દિન કયાં છે ?
બધુઓ ! મેં પ્રથમ લખ્યું છે કે એક દિવસ એવો હતો કે સર્વત્ર જૈનધર્મ પ્રકાશી તેની દિવ્ય વજાઓ ફરકી રહી હતી ને આજ એ પણ દિવસ દેખવામાં આવ્યો છે કે મારા નામધારી જેના પિતાને ગુડ ઉઠાવીને સાસન નાયક વિરપ્રભુના વચનની અવગણના કરવા, તેમજ પંચ મહાવ્રતધારક ગુરૂ મહારાજની નિંદા ને ઉપેક્ષા કરવાને તેમના ઉપર અઘટિત અસત્યારોપ મૂકવા તૈયાર બની, પોતાના માટે સ્વર્ગનાં દ્વાર બંધ કરી, ગ્રહવા તત્પર થઈ રહ્યા તે પંચમ કાળની પ્રબળતા, ને કળીને કેપ નટિ તે બીજું શું ? આજથી માત્ર આઠસેજ વર્ષની પહેલાંની લગભગમાં મહાન કુમારપાળ જેવા રાજાએ ગુરૂના મુખથી અમૃતમય ઉપદેશ શ્રવણ કરવા અત્યંત શ્રદ્ધાપૂર્વક આકાંક્ષા ધરાવતા હતા, જયારે હમણાં
હારા નામધારી ન બધુઓ અઘટિત બિરૂદ ધારણ કરવા મથન કરી રહ્યા છે, એ શું આપણે નજરે નથી નિહાળતા? અલબત નિહાળીએ છી છે. આ સમયની વિચિત્રતા નહિ તે બીજું શું ?