________________
ગુરૂ બહુ માન કરીને સાંભળવા ઘટે, સમજે સાચું આજ્ઞાધારક શ્રાદ્ધજે. જીનવાણ. ૪ જનવાણીને લાભ ભવીને આપીએ, શરણ શરણુ જીનવાણીનું સુખકાર; આગમ આરાધે તે પામે જ્ઞાનને, આગમપ ધ્યાવે નર ને નારજે. જીનવાણી. ૫ આગમના અનુસારે લખવું બોલવું, આગમથી ચાલે છે શિવપુર પન્થને, આગમ દીપક સહાયે સઘળું દેખીએ, આગમ અનુસાર રચવા શુભ ગ્રન્થજે. જીનવાણી. ૬ આગમથી છનશાસન ચાલે હાલમાં, કઈક ભચે પામે તેને સાર; બુદ્ધિસાગર આગમ અનુભવ લઈને, શિવસુખસાધક બનીએ મહા અવતાર. જીનવાણી. ૭
૩. રાત્તિઃ ૨ ૧૯૬૭ વૈશાખ સુદી ૪. મુંબઈ.
सद्गुणोने प्राप्त करवा जोइए.
(લેખક મુનિ બુદ્ધિસાગર, મુંબાઈ) જગતમાં સદગુણોની પ્રાપ્તિ કરવી જોઈએ. દુર્ગણોત કાંકરાની પેઠે પગલે પગલે જ્યાં ત્યાં દેખાય છે. અમુકનામાં અમુક દુગુણ છે, અમુક લુરચે છે, અમુક કપટી છે ઈયાદિ વિચારમાં જો મન દોરાઈ જાય છે તે પછી દુગુણામાંજ મનને વ્યાપાર વધતો જાય છે અને તેથી આમા પરસ્વભાવમાં પડતે જાય છે અને તેથી કોકદષ્ટિની પેઠે પશ્ચાત દરેકના દે જેવાનેજ અભ્યાસ પડે છે અને તેમજ દરેકના દોષ વદવાને અભ્યાસ વૃદ્ધિ પામે છે. આથી પોતાનામાં રહેલા દુર્ગણોનો નાશ થતો નથી અને અન્યમાં રહેલા સરાણે જોવાની ટેવ વધતી નથી તેથી કેટલીક વખત મોટા મોટા પુરૂષોની સંગતિ કરવાને ભાવ થતો નથી. એટલાથી જ નહીં પણ કોઈ