________________
બુદ્ધિપ્રભા.
(The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ।। सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामानिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् ।
लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिप्रभा' मासिकम् ।। વર્ષ ૩ . તા. ૧૫ મી છે. સન ૧૯૧૧ અંક ૨ જે.
जिनवाणी. (ઓધવજી સદેશે કહેશે શ્યામને–એ રાગ.)
જનવાણીને નમન કરૂ કરડીને, જેથી ભવસાગરને પાર પમાય; પીસ્તાલીશ આગમરૂપ જે શોભતી, પૂર્વાચાર્યે કથી ગયા સુખદાય. જીનવાણી. ૧ સુવિહિત આચાર્યોના ગ્રન્થ શ્રેષ્ઠ છે, વજુ તેને ભાવધરી જયકારજો; પૃદયથી શ્રવણ મનન તેનું થતું, મિથ્યાતમ મનમાંથી ઝટ વિખરાયજે. જીનવાણી. ૨ જનવાણીમાં શ્રદ્ધા ભક્તિ ધારીએ, વિપરીત ભાષણ કરીએ નહિ લવલેશ, ગુરૂગમ લેઈ સાંભળીએ બહુ ભાવથી, ભવભય બ્રાન્તિ નાસે શાન્તિ હમેશ જે. જીનવાણું. ૩ કળિકાળે ન આગમને આધાર છે, વિનયભક્તિથી સે વાંચા સાધુજે,