________________
મનુષ્ય કોઈ સાધુની પ્રશંસા કરે તો તુર્ત સામે મનુષ્ય સાધુમાં રહેલા મને હાસતપાલન આદિ સદ્ગુણેને પડતા મુકી તેના દોષને બેલવા મંડી પડે છે. ચાલણી જેમ દાણાને જવા દે છે અને કાંકરાને પોતાનામાં ધારણ કરે છે તેમ દુર્ગને દેખનારાઓ અન્યોમાં રહેલા સગુણને પોતાની દમાંથી કાઢી નાખે છે અને દુર્ગુણને દેખી તેને હૃદયમાં ધારણ કરે છે. સુગરીના માળાવડે કેટલાક ગામડીયા ઘી ગળે છે. સુગરીના માળામાંથી ઘી હેઠળ ચા
જાય છે અને મેલ સર્વ માળામાં રહે છે. આ પ્રમાણે કેટલાક મનુષ્ય સાપુ વગેરેમાં રહેલા સદ્ગુણોને તે દૃષ્ટિમાં ધારતા નથી પણ કોઈ તેમનામાં દેષ રહેલા હોય છે તો તેને પોતાની દૃષ્ટિમાં ધારી રાખે છે અને તેથી તેઓને દોષ જેવાને પાર વધતો જાય છે. ગમે તે સાધુઓની પાસે જાય છે તે દેવદષ્ટિને આગળ કરીને જાય છે તેથી સાધુઓમાં તેઓની માન્યતા પ્રમાણે તેને દેવા નજરે પડે છે, અને સાધુઓમાં રહેલા સદ્ગુણેને તેઓ દેખી શકતા નથી. પિતાની દષદષ્ટિથી સાધુઓના સદ્ગુણે પણ પ્રાપણ દુર્ગુણોરૂપે તેમના હૃદયમાં અવભાસે છે. કેટલાકને તે પિતાની માન્ય તા પ્રમાણે ચાલવાની વૃત્તિ થઈ હોય છે તેથી તેઓ પોતાની માન્યતા પ્રમાણે સાધુઓની ક્રિયા ન દેખે તો પછી સાધુ ખરી ક્રિયા કરતા હોય તે પણ તેઓના સલ્સ તરફ પૂજયભાવ ધારણ કરતા નથી. અને તેઓ તેવી દષ્ટિના યોગે સાધુઓના સમાગમમાં આવીને કઈ ઉત્તમ લાભ મેળવવાને શક્તિમાન થતા નથી. કેટલાક તો એક સાધુમાં કેઈ જાતને દોષ દેખે છે તે પશ્ચાત્ સર્વ સાધુઓ ખરાબ હોય છે એવી અધમ દષ્ટિને ધારણ કરીને સાધુઓમાં રહેલા અનેક સદ્ગુણોને દેખી શકતા નથી અને તે તે સદ્ગુણોને મેળવી શકતા પણ નથી. કેટલાક પિતાની મરજી પ્રમાણે સાધુએ વર્તે ત્યાં સુધી તે તેના ગુણ ગાયા કરે છે. અમારા ગુરૂ ઉત્તમ છે, જ્ઞાની છે એમ બોલ્યા કરે છે પણ કદાપિ સાધુ ગુરૂશ્ય, તેવાઓને શિક્ષા કરે છે, અને તેઓની મરજી સાચવતા નથી તે તેઓ સાધુ-ગુરૂની નિન્દા કરવા મંડી જાય છે અને કહે છે કે અમે તે તેમની પાસે કંઈ પણ દેખ્યું નહીં. એમની પાસે જવામાં કોઈ પણ સાર નથી, એમ દોષદષ્ટિને આગળ કરીને ગમે તેમ બોલ્યા કરે છે. આવા સદગુણ દષ્ટિવિનાના પુરૂષો ગમે ત્યાં જાય છે પણ તેઓના મનમાં સદ્દગુણે જોવાની ટેવના અભાવે ગમે તે દોષ ની લાવે છે. પ્રથમ કેટલાક ગુણ મેળવ્યા હોય છે પણ પશ્ચાત દોષદષ્ટિનીવહિથી દુગુણ વધતા જાય છે અને સદગુણે ઘટતા જાય છે,