________________
લબ્ધ લય મનુષ્ય સુખ કરીને સઘળું ધમ કર્તવ્ય અવધી શકે છે. તે ડાયા અને સુશાસનીય હેવાથી જલ્દી સુશિક્ષિત થાય છે.
લબ્ધ લક્ષ્ય પુરૂષ દરેક બાબતોમાં સાવધાનતા રાખે છે અને જલ્દી હુંશિયાર થાય છે. જે બાબતની વિદ્યાને અભ્યાસ કરે છે તેમાં વિજયી નીવડે છે. અનેક ધર્મસૂત્રનાં રહસ્યને તે જાણી શકે છે. એક વસ્તુના જ્ઞાનથી અનુમાન બળ વડે અનેક વસ્તુઓનું જ્ઞાન કરવા તે સમથો બને છે માટે ધર્મની પ્રાપ્તિમાં લધલય ગુણની આવશ્યકતા છે. લધલય મનુષ્ય ધર્મ તોના અભ્યાસમાં ખૂબ ઉંડે ઉતરી જાય છે અને ધર્મની પ્રાપ્તિને તે બ. રાબર લક્ષ્ય રાખીને કરે છે, માટે બંધુઓએ અને એ લબ્ધલજ્ય ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ.
આ પ્રમાણે એકવીસ ગુણનું કિંચિત વર્ણન કર્યું. તેવા ગુણોને ધારણ કરનારાઓ શ્રાવક ધર્મને યોગ્ય બને છે.
સંપૂર્ણ ગુણે જેનામાં હોય તે ઉત્તમ પાત્ર જાણવા અને એ ગુણેના ચોથા ભાગે તીન તે મધ્યમ જાણવા અને અધ ભાગે હીન હોય તે જધન્ય પાત્ર જાણવા અને તેથી વધુ ન હોય તે દરિદ્રપ્રાયઃ અર્થાત અયોગ્ય સમજવા. ધર્મના અર્થી ઓએ એક ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. જેમ પવિત્ર ચિત્ર શુદ્ધ ભૂમિકામાં સારૂ ઉડે છે તેમ આવા ગુણવડે યોગ્ય હોય તેનામાં ધર્મની ઉત્પત્તિ થાય છે. શ્રાવકોએ શ્રાવકેના ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. પિનાનામાં પૂર્વોક્ત કહેલા મુ િન હોય અને સાધુઓની પંચાત માં પડવું એ કંઇ યોગ્ય નથી. શ્રાવક ધર્મના ગુણને શ્રાવકોએ પ્રાપ્ત કરવા જોઈએ. જેઓ પિતાને અધિકાર પૂર્ણ મેળવવા અધિકાર પ્રમાણે કહેલા ગુણ પ્રાપ્ત કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રાવક ધર્મના ગુણોને ખીલવ્યાથી ખીલી શકે છે. ગુણવિનાનો ઘટાટોપ કંઈ ખપમાં આવેતિ નથી માટે પૂર્વોક્ત ગુણોની પ્રાપ્તિ માટે અપ્રમાદી થઈ ઉદ્યમ કરવો કે જેથી ધર્મની પ્રાપ્તિ થાય અને તેથી પરમાત્મા હોઈ શકાશે. આશા છે કે ભવ્ય ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે.
श्राद्धधर्मस्वरूपे वै, सदगुणा चर्णिता मया ।। શ્રદ્ધાનામુવાર્ષિ, વૃદ્ધાશ્વમુનિના મુદ્દા છે ?
ઈતિ શ્રાધર્મ સ્વરૂ પાધિકારે શ્રાવક ગુણવર્ણન સમાપ્ત. મું. મુંબાઈ વાલકેશ્વર ઉપાશ્રય ચૈત્ર સુદી પ મંગલ સં. ૧૮૬૭
લેખક. મુતિ. બુદ્ધિસાગર.