________________
જલ્દી ધર્મ પામી શકે છે અને તે જલદી ધમને ફેલાવો કરી શકે છે. પરોપકારી ધન, સત્તા, જ્ઞાન, ઉપદેશ, મન, વાણી અને કાયાવંડ જ્યાં જાય છે ત્યાં ઉપકારજ કરતો રહે છે. પરોપકાર વિનાનું ધન, સત્તા, જ્ઞાન, વગેરેની કંઈ કિંમત નથી. મનુષ્યોએ ધમની યોગ્યતા માટે પોપકાર કરવાની ટેવ રાખવી. દરરોજ થોડામાં ઘેડ પણ પોપકાર તે કરવો જોઈએ. સામે બદલો લેવાની બુદ્ધિ વિના નિધહ ભાવથી પરોપકાર કરનારાઓ ઉત્તમ પરોપકારી ગણાય છે. પરોપકારી મન ગમે તેવા દીન થઈ જાય તો પણ તેઓ ઉત્તમ ગણાય છે. જગતમાં સ્વાર્થને ત્યાગ કર્યા વિના પોપકાર કરવા કોઈ સમર્થ થતું નથી. સ્વાર્થ ત્યાગીને તેમજ ધન આયુષ્ય જ્ઞાન વગેરે ભેગ આપીને કોઈ વખત પાપકાર કરનારાઓને માથે ઉલટી ઉપાધિ આવે છે, તો પણ તેઓ અપમાનતિરસ્કારની દરકાર રાખ્યા વિના ઉપકાર કરે છે. જેઓએ જગત્ ઉદ્ધારને માટે ઘરબાર કુટુંબ, લક્ષ્મી, પુત્ર, સ્ત્રી તથા વૈભવ પદાર્થોને ત્યાગ કર્યો છે અને સઘળું જીવન મનુષ્યોના ભલા માટે ધર્મોપદેશમાં અર્પણ કર્યું છે એવા મુનિ વર્ગને સદાકાળ નમસ્કાર થાઓ. જેઓ જ્ઞાનોપદેશવડે મનુષ્યનાં માનસિક દુઃખ ટાળીને તેઓને સહજ શાંતિ જણાવે છે, અનુભવાવે છે, ધર્માધિ બીજ અપે છે એવા પાપકારી ગુરૂને મહારે નમસ્કાર થાઓ. આપણા જીવનની ઉચ્ચતામાં આજ લગી અસંખ્ય ઉપકારે અાથી થયા છે. આપણે અન્યોના ઉપકારોને જેવા લીધા છે તેવા યથાશક્તિ પાછા ઉપકાર વાળવા જોઈએ. મનુષ્યોની પાસે જે જે શક્તિ છે તે ઉપકાર કરવાને માટે છે. તેથી ઉપકાર કરવો તેમાં અન્યનું ભલું કરતાં પહેલાં પોતાનું ભલું થાય છે. ઉપકારી મનુષ્ય અન્યોને ઉપકાર કરે છે તેમાં કદાપિ અન્યોને ઉપકારનું ફળ બેસે કે ન બેસે તેને નિશ્ચય નથી પણું ઉપકાર કરનારને તો અવશ્ય ફળ હોય છે. જ્ઞાની બનવું સહેલ છે પણ ઉપકારી બનવું મુશ્કેલ છે. ઉપકારી મનુષ્ય જગતનાવોને તારવા માટે સમર્થ થાય છે. તે પૂજ્ય બને છે માટે ઉપકારી મનુષ્ય ધર્મની યોગ્યતા પામે છે. જે પરોપકાર ગુણવંત હોય છે તેજ લધલક્ષ્યગુણ પ્રાપ્ત કરી શકે છે. માટે પરોપકાર ગુણનતર લબ્ધ લચ ગુણને કહે છે. २१ लब्ध लक्ष्यगुण कहे छे.
માયા. लम्बेइ लद्धलखो, सुहण सयलंपि धम्म कराणिज । दख्खो सुसासणिज्जो, तुरियंव मुसिखि भो होइ ।। २१ ॥