________________
૪૩
એવી માન્યતાને ધારણ કરે છે. અનેક ધર્મ સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાઓ સાંભળવામાં આવે પણ તેથી એકદમ કાઇની નિન્દા કરવા બેસી જતો નથી, તેમજ કેદની માન્યતા સંબંધી વિચાર સાંભળીને તેના પર હેપ કરતે નથી. તેથી તેની મુખાકૃતિ પણ શાન્ત દેખાય છે અને તેનું વચન પણ નિષક્ષપાતપણાથી સર્વને અસર કરે છે. મોબસ્થદથિી તેના હૃદયમાં સત્ય વિવેક સ્લરી આવે છે અને તેથી તે ન્યાયબુદ્ધિથી યુક્તિપુર:સર સ્વતન્ત વિચારેને દર્શાવી શકે છે. માધ્યસ્થદષ્ટિવાળા પુરૂષ દરેક ધર્મમાં જે જે અંશે સત્ય રહ્યું હોય છે તે જોવા શક્તિમાન થાય છે. માધ્યસ્થદષ્ટિથી રાગદ્વેષના પક્ષમાં પતન થતું નથી અને સત્યના સમ્મુખ ગમન થાય છે. મધ્યસ્થટવાળે સત્યને શીધ્ર ગ્રહણ કરી શકે છે. જયારે ત્યારે પણ માધ્યસ્થદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સંખ્યત્વ રનની પ્રાપ્તિ થતી નથી; કેટલીક વખત પ્રથમથી કાઈના પર વ બંધાઈ જાય છે તે તેમાં રહેલા ગુણે પણ અવગુણે તરીકે ભાસે છે. તેમજ કેટલીક વખત કોઈના ઉપર એકાન્ત રાગ બંધાઈ જાય છે તે તેના દુર્ગુણો પણ ગુણનરીકે ભાસે છે અને તેથી માધ્યસ્થષ્ટિથી જે દેખવાનું હોય છે અને તેથી જે પદાર્થનો નિશ્ચય થાય છે તેની ગંધ પણ અનુભવમાં આવતી નથી. અમુક મારા કુળની માન્યતા ખરી છે આવો તે માન્યતા ઉપર પ્રથમથીજ એકાતે રાગ થવાથી તેના કરતાં અન્ય ઉચ્ચ માન્યતાઓ કાઈ જણાવે છે તે તેના પર રૂચિ પેદા થતી નથી. પ્રથમથી જ અમુક વ્યક્તિ પર રાગ બંધાઈ જાય છે તો પશ્ચાત્ અનેક સુપ્રમાણે આપવામાં આવે તોપણ અન્ય વસ્તુની પ્રિયતા ભાસની નથી. રાગદષ્ટિ અગર દૈષદષ્ટિથી કોઈપણ પદાર્થ જતાં તેમાં વસ્તુતઃ જે ધર્મ રહ્યા છે તે જણાતું નથી, માટે મનુષ્યોએ રાગ અને દ્રા વિનાની માધ્યથિી સર્વ બાબતનો વિચાર કરો. રાગ અને દ્રુપ વિનાની દષ્ટિથી વિચાર કરતાં મુખની આકૃતિ શાન્ત રહે છે; હૃદય પણ શાન્ત રહે છે. અને વિવેકનો પ્રકાશ વધતા જાય છે. જગતમાં માધ્યસ્થદષ્ટિવાળો પુરૂષ સર્વેના સંબંધમાં આવે છે અને સર્વ લોકોના મન, પર તે સારી અસર કરી શકે છે, જગ વ્યવહારમાં તે ઉચ્ચ દષ્ટિવાળો બને છે અને તેથી તે શ્રાવક ધર્મને પ્ય થાય છે. માટે ભવ્ય મનુષ્યોએ માધ્યસ્થદષ્ટિ અને સગુણને હૃદયમાં ખીલવવા સદાકાલ પ્રયન કરો. આ પુરૂષ ગુણાનુરાગ ગુણ ખીલવવી અધિકારી બને છે, માટે મધ્યસ્થ ગુણ કહ્યા બાદ ગુણાનુરાગ ગુણ કહે છે. १२ गुणानुरागगुणने वर्णवे छे