________________
શ્રીમદ્ બુદ્ધિસાગરજી કૃત. શ્રાવક ધર્મ સ્વરૂપ.
(ગતાંક પૂછ કર થી અનુસંધાન. ) મનુષ્યો વગેરે જીવોનાં દુઃખ નિવારણ કરવા માટે પ્રથમ દયાની જરૂર છે, દયા વિનાનું પણ ભલું કરી શકાતું નથી. કેટલાક દયા દયા પોકારે છે પણ દયાનું સત્યસ્વરૂપ નહીં જાણવાને લીધે રચાથી પરાક્ષુખ રહે છે. દયાના પરિણામવં પ્રથમ પોતાના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સર્વ જીવોપર દયાનો ભાવ પ્રસરે છે. સર્વ જેને ઉદ્ધાર કરૂં, સર્વ જીવોને સુખ આપું, સર્વ જીવોનું યથાશક્તિ વડે દુઃખ ટાળું; ઈત્યાદિ દયાના પરિણામથી આમાની ઉચ્ચતા પ્રાપ્ત થાય છે અને અન્ય જીવોને પણ ઉચ્ચ કરી શકાય છે. સર્વ પ્રકારના ધર્મોમાં પ્રેક દયા ધર્મ છે. દયાળુ મનુ ફાઈના મનની લેગણને દુઃખવત નથી, દયાળુ મનુષ્ય કોઈની નિન્દા કરતું નથી. કારણ કે હિંસાના પરિણામ વિના નિન્દા થઈ શકતી નથી. દયાળુ મનુષ્ય કોઈના ઉપર વર કરતા નથી કારણ કે હિંસાના પરિણામ વિના વેર બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કોઈને વિશ્વાસઘાત કરતું નથી કારણ કે હિંસાના પરિણામ વિના વિશ્વાસઘાત થતો નથી. હિંસાના પરિણામથીજ વિશ્વાસઘાત થાય છે. દયાળુ પુરૂષ કેાઈને આળ દેતા નથી કારણ કે હિંસાના પરિણામથીજ આળ દેવાય છે. દયાળુ પુરૂષ વ્યાપાર વગેરેમાં લોકોને ઠગ નથી કારણ કે વ્યાપાર વગેરેમાં હિંસાના પરિણામધીજ ઠગાઈ થાય છે. દયાળુ પુરૂષ કેઈને દગો દેતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના દગે દેવાતે નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કોઈ પણ મનુષ્યનું બુરું ઇચ્છતું નથી, કારણ કે હિંસાના પરિણામથીજ કોઈનું બુરું ઈછાય છે. દયાળુ પુરૂષ કાઈનું અપમાન કરતો નથી, કારણ કે અન્યનું અપમાન કરવાથી તેને દુઃખ થાય છે અને વખતે મરી પણ જાય છે તેથી હિંસાની સિદ્ધિ થાય છે. - ન્યનું બુરું કરવાની ઈચ્છા તેજ એક પ્રકારની હિંસા સમજવી. દયાળુ પુરૂષ કઈને કડવું વેણ કહેતા નથી. કારણ કે અન્યને કડવું વેણુ કહેવાથી તેને આત્મા દુઃખાય છે, અને તેને આમા કેધ વગેરે હિંસાના પરિણામોને ધારણ કરે છે. દયાળુ પુરૂષ કોઈના છતા અગર અછતા દોષોને કહેતે નથી, કારણ કે હિંસાના પરિણામથીજ અન્યના દેશોને પ્રગટ કરાય છે. દયાળ