________________
૨૩૦
અને ચારિત્રની આરાધના કરે છે. શરીરમાં રહેલા છતાં પોતાને શરીરથી ભિન્ન સ્વીકારે છે. આમાના અસંખ્યાત પ્રદેશ છે અને તે પ્રદેશ નિરાકાર છે. આમાના એકેક પ્રદેશે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનન્તચારિત્ર, અનંતવીર્ય આદિ અનન્તગુણ રહ્યા છે. અનાદિ કાલથી ક્ષીનીર સંયોગની પદે આત્માના પ્રદેશોની સાથે કર્મવણાઓ લાગી રહી છે. મુખ્યતાઓ આત્માને આઠ પ્રકારનાં કર્મ લાગ્યાં છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય, એ આઠ કર્મના થી અનંતજ્ઞાન, અનંતદર્શન, અવ્યાબાધ સુખ, ક્ષાયિકચારિત્ર, આદિ અનંતિસ્થિતિ, અરૂપી, અગુરુલઘુ, અનન્તવીર્ય એ આઠ ગુણ છે તેને પરિપૂર્ણ પ્રકાશ થાય છે.
આત્માની શુદ્ધ દશા કરવા માટે અન્તરાત્માઓ ગૃહસ્થધર્મ વા સાધુ ધર્મ અંગીકાર કરે છે. રાગપનો ક્ષય કરે છે, કોઈ જડ પદાર્થ ઉપર રાગ વા દેવ ધારણ કરતા નથી. કોઈ જડ પદાર્થને ઈ વા અનિષ્ટ કલ્પતા નથી, ક્રોધ, માનાદિક દોષોને પ્રતિદિન ક્ષય કરવા આભરમણુતામાં આસક્ત રહે છે. બાહ્ય વસ્તુઓમાં તેમજ દેહ વગેરેમાં મમત્વભાવ કલ્પતા નથી, પ્રતિ દિન ઉપરના ગુણસ્થાનકની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરે છે, મનમાં થતા વિક લ્પ સંકલ્પને હઠાવતા જાય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગના અછાંગનું હદ પ્રમાણે સેવન કરે છે. આત્માના સ્વરૂપમાંજ શુદ્ધ પગ રાખે છે.
તેઓ ગૃહસ્થાવાસમાં રહી સંસારનાં કાર્ય કરે છે તો પણ સમભાવથી કરે છે. જ્ઞાનિનો ભાગ નિર્જરા હેતુ માટે થાય છે. એવી દશા લાવવા પ્રયન કરે છે. સારાંશકે, આત્માનું એવું ઉજ્ઞાન મેળવે છે કે તેના પ્રતાપે ભેગાવલીકર્મના ઉદયે સંસારમાં ભાગ ભોગવવા પડે છે. પણ જલકમલની પેઠે અન્તરથી ન્યારા રહે છે. કામીના મનમાં જેમ કામ-લોભીના મનમાં જેમ દામ, જુગારીના મનમાં જેમ દાવની ઘૂન લાગી રહી હોય છે તેમ અતરાત્માઓના મનમાં આત્માની ધૂન લાગી રહી હોય છે. તેઓ આ ભાનું ધ્યાન ધર છે. સદનુદાન સેવે છે, અસંખ્ય ભાગમાંથી ગમે તે - ગેનું યથાશક્તિ આરાધના કરે છે. શ્રાવક વા સાધુઓ તરીકે અતરાત્માઓ મુક્તિપદનું આરાધન કરવા સદાકાલ લય રાખે છે. પાંચ ઇન્દ્રિયોના વિપયોમાં લેખાતા નથી. આત્માના જ્ઞાન ધ્યાનમાં રમણતા કરી અપ્રમત્ત થઈ ઘાની કર્મને લય કરી કેવલ જ્ઞાન પામે છે, આયુષ્ય યે સિદ્ધશિલાની .