________________
૨૩૧
પર એક જનના વીશ ભાગ કરીને તેમાંથી ત્રેવીસ ભાગ નીચે મૂકી ચોવીશમા ભાગ ઉપર સિદ્ધ ભગવંત રહ્યા છે.
જ પરમાત્માએ, જે અન્તરામાઓ તેરમા ગુણઠાણે જઈ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરે છે તે એ યોગી પરમામાં કહેવાય છે અને જે અયોગી થઈ મુક્તિમાં જાય છે તેઓ અગી સિદ્ધ, બુદ્ધ પરમાત્મા કહેવાય છે. સિદ્ધ પરમાત્માઓ સમયે સમયે અનંતસુખ ભોગવી રહ્યા છે. જન્મ, જરા અને મરણની ઉપાધિથી સદાકાલ દૂર રહ્યા હોય છે. મુક્તિમાંથી કદાપિકાળે સંસારમાં પાછા આવતા નથી. અનંત સુખમય દામાં તેઓ સદાકાલ રહે છે આવી દશા, સર્વ અન્તરામાઓ પામી શકે છે.
જે અન્તરાભાઓ કર્મને ક્ષય કરે છે તે સર્વ પરમાત્માઓ થાય છે. આવી સિદ્ધિ દશા પ્રાપ્ત કરવા માટે આત્મજ્ઞાનની જરૂર છે, આંધળા અને દેખતા મનુષ્યોમાં જેમ ફેર છે તેમ સાનિયો અને અજ્ઞાનિયોમાં કેર છે. આમજ્ઞાની આમાના ગુણોને અભ્યાસબળવો ખીલવે છે. ક્રોધાદિક દુષ્ટ શરૂઓને જ્ઞાનબળવો ક્ષય કરે છે, આતમજ્ઞાનિ પરમાભપ્રતિ સાધ્યબિંદુ કળે છે. જગતના પદાર્થો ઉપર તેઓની ઉદાસીનવૃત્તિ રહે છે. બાઘની ઉન્નતિમાં તેઓનું ચિત્ત લાગતું નથી. તેઓ મનના ધર્મોને વશ કરે છે, માટે માનવબંધુઓએ આત્મજ્ઞાન મેળવી મુક્તિતરફ પ્રયાણ કરવું જોઈએ.
આત્મજ્ઞાન પામેલા આમા જાગ્રત થયો કહેવાય છે. જ્યાં સુધી આમજ્ઞાન પ્રાપ્ત કર્યું નથી ત્યાં સુધી જે સંસારમાં ધારનિદ્રામાં ઉંધેલા જાણવા. આમજ્ઞાની પિતાના આત્માની ઉચ્ચ દશા કેવી રીતે કરવી તે બરાબર સમજે છે. આત્મજ્ઞાનિની સર્વ ક્રિયાઓ સફળ થાય છે: પઢને નાણતઓ દયા. પહેલું જ્ઞાન અને પછાત દયા, આ સૂત્રથી પણ આત્મજ્ઞાનની આવ. શ્યક્તા સિદ્ધ થાય છે. અનંત જીવો આમજ્ઞાન પામી મુકિત પામ્યા અને પામશે. આગમે તેમજ સગુરૂ સેવા વગેરે આતમજ્ઞાન પામવાનાં પુષ્ટ આલંબનો છે તેને પરિપૂર્ણ શ્રદ્ધાપ્રેમથી આદર કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મા જે વસ્તુ ધારે છે તે પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મસ્વરૂપ પણ પોતાનું છે. આત્મજ્ઞાન પણ પિતાને ધર્મ છે માટે ખરા અંતઃકરણથી પ્રયત્ન કરી સવ દેબોને ક્ષય કરી અનંત ગુણોને આત્મજ્ઞાની પ્રગટાવે છે અને તે કર્મરહિત થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આવી આત્મજ્ઞાનની દશા માટે પુરૂષો અને એનેએ પ્રયત્ન કરવો જોઇએ.