SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ વર્તતી નથી. માત્ર સમયમાં પ્રદેશ રાજનાં જેવાં આચરણ હતાં તેવાં બદરામીઓનાં આચરણ રહે છે. તેઓ કર્મ અને આત્માને અરિતત્વભાવ સ્વીકારતા નથી. સ્વર્ગ, નરક, મિદ આદિનું અસ્તિત્વ સ્વીકારતા નથી. ગૃહસ્થધર્મ અને સાધુ ધર્મને સ્વીકાર કરતા નથી. સવજ્ઞનાં વચનમાં અનેક પ્રકારની શંકાઓ કરે છે. સર્વજ્ઞ કોઈ પણ છે એવો વિચાર તેઓ ધરાવતા નથી, નિંધકર્મો કરવાથી પણ પાછા હઠતા નથી. જે જે આંખે દેખાય છે તેટલીજ વસ્તુઓનો તે સ્વીકાર કરે છે. પિતાની બુદ્ધિની બહાર જે જે વસ્તુઓ હોય તેને માનતા નથી. પ્રાય: આવી બહિરાત્માઓની દશા વર્તવાને લીધે તેઓ ધમાં પુરૂષોને મારી પણ નાંખ છે, પિતાને અધર્મ વિચારો ફેલાવવા અનેક પ્રકારની કળાએ કરી લેકને પાખંડમાં દોરે છે. આત્માદિનું અસ્તિત્વ માનનારાઓને તેઓ મુખે ગણી કાઢે છે, બાહ્યની ઉન્નતિ માટે રાગદ્વેષમાં ફસી જઇ સત્યતત્ત્વ જોઈ શકતા નથી. તેઓની તાત્રબુદ્ધિને દુરપયોગ કરે છે. પિતાને જ સત્ય વિચારક પ્રોફેસર તરીકે ગણે છે. તેથી દર્વિદગ્ધની છે અનેક પ્રકારે સમજાવવામાં આવે તો પણ પોતાનો કકકો છોડતા નથી. કોઈ મહાત્મા પુરૂષો સંસર્ગ થતાં જીવાદિ નવતત્વને બાધ તેમાંથી કોઈ પામી શકે છે, જેઓ માગનુસારના ગુણ પામે છે તેઓ આત્મતત્ત્વ સમ્મુખ થઈ શકે છે. ભવસ્થિતિ પરિપાક દશાગે બહિરામાઓ આમતત્વ સન્મુખ થાય છે અને સમ્યક વધર્મને પામે છે. 19વાદિ નવતત્વનું જ્ઞાન કરી તેની શ્રદ્ધાને ધારણ કરતાં અનરામાપણું પ્રાપ્ત થાય છે. “ અવતરાત્મામો.” જીવ, અજીવ, પુષ્ય, પાપ, આવ, સંવર, નિર્જરા બંધ અને મિક્ષ એ નવ તત્ત્વને સાત નય, ચાર નિલય આદિથી જાણી તેની શ્રદ્ધા કરનારને સમ્યકત્વ ગુણ પ્રગટ થાય છે. શરીર, વાણી અને મનથી આત્માને અન્તરાત્માઓ ભિન્ન સ્વીકારે છે, અન્તરાત્માએ આત્માને આમા તરીકે માને છે અને જાને જડ વસ્તુ તરીકે માને છે. અન્તરાત્માઓ પુનર્જન્મ, મોક્ષ વગેરે તો સ્વીકારે છે, અત્તરાત્માઓ પુણ્યને વ્યવહારનયથી આદેય માને છે અને નિશ્ચયથી હેય માને છે તેમજ પાપ તત્ત્વને ત્યાગ કરવા પ્રયત્ન કરે છે. અન્તરાત્માઓ અષ્ટકર્મથી પોતાના આત્માને મૂકાવવા જ્ઞાન, દર્શન
SR No.522020
Book TitleBuddhiprabha 1910 11 SrNo 08
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size920 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy