________________
કોઈ પણ કાર્ય કરવા પહેલાં દરેકના મનમાં વિચાર ફરે છે. એટલું જ નહીં પણ હર ક્ષણે મન જુદા જુદા અવ્યવસ્થિત વિચારોની શ્રેણીમાંજ મન્નુલ હોય છે પછી તે વિચારો અનુકળ છે કે પ્રતિકુળ, દરેકનું મન તે રીતે વિચિત્ર ક્રિયામાં મગૂલ હોય છે. વિચિત્ર એટલા માટે કે પિતાની મરજી હોય કે નહી હોય તે વિચારે પિતાના હોય કે બીજાના હોય છતાં તે ઉપર વિચારણા ચાલુજ રહ્યા કરે છે. આથી સૌથી અગત્યની બીના એ યાદ રાખવાની છે કે પોતે પોતાના મન ઉપર કાબુ ધરાવવો જોઈએ. જ્યારે આમ કહીએ ત્યારે એ પણ વિચારવું પડશે કે મન ઉપર કાબુ ધરાવી શકાય ખરો ? અને હા, તે કઈ રીતે ?
બુદ્ધિગમ્ય, તે રીતનું શહેજ દર્શન નીચે પ્રમાણે જણાય છે. વાચકે સાર અણું કરશે અને બુદ્ધિવાને તેને અનુભવમાં આણવા પ્રયત્ન કરશે તે જરૂર કંઇને કંઈ લાભ પ્રાપ્ત કરશેજ.
પ્રથમ તો આપણે જે જે વિચારો કરીએ તે સઘળા પરમાથી–ઉત્તમ હોવા જોઈએ. નઠારા અશુભ વિચારો આપણું હૃદયમાં જરા પણ દાખલ ન થાય તેની સંભાળ રાખવી જોઈએ, નહિ તે આસપાસના સંબંધીઓના ખરાબ વિચાર થોડે ઘણે અંશે આપણને અસર કરશે માટે આપણું મનમાં બીજ બહારના વિચારોની અસર થવા ન પામે અને સ્વતંત્ર રીતે પિને શુભ વિચારાજ કર્યા કરે તેવી ટેવ પાડવી જોઈએ.
વિચારે બીજા ઉપર અસર કરે છે એ હવે જનસમાજ જાણવા લાગી હોવાથી અને અનુભવે નિશ્ચય થતો હોવાથી દાખલા ટાંકવાની જરૂર રહેતી નથી. માત્ર આ ઉપરથી એક એ સાર ખેંચી લેવો જોઈએ કે સારા, નરસા, વિચારોની અસર બીજે થતી હોવાથી બીજા અશુભન્નઠારા-વિચારોની અસર આપણા ઉપર ન થવા દેતાં આપણા શુભ વિચારોની અસર બીજે થાય તે માટે મનમાં જરાપણું નઠારા વિચારોને પ્રવેશ થવા ન દે.
આપણે હર ઘડી જાગતાં કે ઉંઘતાં-જાણતાં કે અજાણે-વિચારની શ્રેણીમાં હોઈએ છીએ તે ઉપર એક વખત કહી ગયા અને તે શ્રેણી કયા પ્રકારની હોય છે તે આસપાસના સંજોગો ઉપર આધાર ધરાવે છે તે પણ વિચારી ગયા. માટે જે શીથીલ રહીએ, પ્રમાદી રહીએ તો સારા વિચારો કરતાં નઠારા વિચારો જેર કરી પ્રથમ પ્રવેશ કરે અને ફાવી જાય, જ્યારે વિચારની આવી શક્તિ છે તે જેવો એક ખરાબ વિચાર આપણું મનમાં આવ્યું કે તરત જ તેને તિરસ્કારપૂર્વક દુર કરો અને તેના બદલે તરતજ