________________
ચીન સમયે વિદ્યમાન હતા. ત્યારે અત્યારે આપણે આર્થિક સ્થિતિમાં તેમજ વિદ્યામાં કેટલી બધી ન્યૂનતા અનુભવીએ છીએ, આનું વાસ્તવિક કારણ કેળવણીની ખામી છે. પારશી, નાગર વિગેરે નાની કેમે કેળવણીના સદ્ભાવે ઉન્નતિના શિખર પર છે. માટે તે ક્ષેત્ર જેમ વૃદ્ધિ પામે તેમ યોજના રચવાની દરેક ધર્માનુરાગીની ફરજ છે. જાપાન જેવા નાના રાયે શિયા જેવા વિસ્તાર ને વસ્તીમાં બહોળા રાજ્યને હંફાવી દીધું આથી માલુમ પડે છે કે કેળવણીને પ્રતાપ કેટલે બધા છે, માટે સર્વે ઉર્ધનું મૂળ રોપવામાં ને દેશનું બલ દૂર કરવામાં કેળવણી એજ સારભૂત છે. કેળવણું એ અજ્ઞાનરૂપી અંધારામાં દીવો છે, અને શાસ્ત્રાનું સાર તે સંપાદન કરનારને મીઠે મને મેવો છે; તે દેશદ્વાર ને ધમાદ્ધારનું બીજ છે. પતિત વિચારોથી પડતા બચાવવાને ઉત્તમ પગથીયું છે. વિદ્યાથી હદય વિસ્તૃત બને છે, ઉચ્ચ ભાવનાને અંત:કરણમાં અભિનિવેશ થઈ શકે છે, ઉખલપણ લય પામે છે અને શાન્તતા અને ગાંભીર્યતા અનુભવાય છે, હમેશાં ચિત્તવૃત્તિને સંસારની બળતી જવાળામાં વિશ્રામનું સ્થળ મળે છે, માટે તેની વૃદ્ધિને માટે અહોનિશ પ્રયત્ન કરવા, કરાવો અને અનુદો એ સ્તુત્ય છે. હાલમાં આપણે કેટલાક બંધુઓની એવી દયા જનક સ્થિતિ દષ્ટિ ગોચર છે કે તેમને પેટપૂરતું પ્રામ કરવાને ફાંફાં મારતા જોવામાં આવે છે, તે પછી તેમની સંતતિને ભણાવવાની વાત જ શી ? આવા આપણા સાધારણ સ્થિતિના સ્વામી ભાદને મદદ કરવી જોઈએ કે જેથી કરી તેઓ ભુખના દુઃખથી અન્ય ધર્મની પ્રપંચજાળમાં સપડાતા બચે. સ્વધર્મશુભક સ્વામીભાઈઓનું તેમાં મુખ્ય કરીને શ્રીમંત વર્ગનું આ બાબત તરફ વધુ લક્ષ બેચું છું. બંધુઓ ! લમી ચંચલ છે, તે સદાય કરીને કોઈ સ્થળે રહી નથી, રહેવાની નથી અને રહેશે પણ નહિ, માટે સંપત્તિ મળે તેનો સદુપયોગ કરે એજ શ્રેષ્ઠ છે, લક્ષ્મી એ એવી વસ્તુ છે કે જે તેને સારી રીતે વાપરવામાં આવે છે, તે ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે, શિવગતિ પણ પ્રાપ્ત થાય છે. અને જો તેને એશ આરામ આદિકમાં દુરુપયોગ કરવામાં આવે છે, તે તે નીચ ગતિમાં લઈ જાય છે. જેમ સંપત્તિ સર્વ સુખનું સાધન અને સમાધાનનું પરમ સ્થાનક છે તેમ તે દરેક પ્રકારે અનિષ્ટનું પણ મળી છે; કારણ કે તેના માલેકને તે પ્રમ, ચિંતા, કેર્બલ્ય ઉત્પન્ન કરે છે. ધનની પ્રાપ્તિથી માણસ વખતે મદાંધ પણ બને છે.
(અપૂર્ણ)