SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ એ વિગેરે અવગુણ અલાકમાં સકળ લાક કાણે વીનાના પ્રકા. રમાં વીટેબનાના સ્થાનક છે એટલે કે તેવા પુરૂને આ લાકમાં પણ કેટલા પ્રકારના દુખ થતાં નજરે દેખાય છે. હવે અદષ્ટ ઉપદ્રવના કારણે દેખાડે છે ૧ મઘમાંસનું સેવનાદિક જે તે શાસ્ત્રમાં કહેલા નરકાદિકના મહા દુઃખ પામવાનું કારણ છે. આ બધાનું રહસ્ય એ છે કે દીઠામાં આવતા અને ન દીઠામાં આવતા જે ઉપદ્રવ તેના કારણરૂપ અન્યાય મદ્ય માંસાદિકથી પોતાના આત્માને છેટેથીજ પાછો વાળવા એટલે કવ્ય ભાવ બે પ્રકારે એવા કામમાં આત્માને પ્રવતાવવો નહી. ૪. સારા (શિષ્ટાચાર) પુરૂષના આચરણની પ્રશંસા કરવી તે માગનુસારીને ચોથે ગુણ છે. સદાચાર અને જ્ઞાન કરીને વૃદ્ધ પુરૂષોની પાસે રહેવાથી જે પુરધાને શુદ્ધ શિક્ષા પ્રાપ્ત થઈ છે. તેને શિષ્ટ પુરા કહીએ અને તેના જે શિષ્ઠ પુરૂષનું આચરણ તે શિષ્ટાચાર કહીએ હવે તે આચાર દેખાડે છે. ૧. લાકના અપવાદ થકી ભય પામવું. ૨. ગરીબને ઉદ્ધાર કરવો. ૩. કરેલા ગુણનું જાણવું. એટલે કે કાઇએ ઉપકાર કર્યો હોય તેને પ્રત્વપકાર કરવો. ૪ સુદાક્ષિણ્યપણું એટલે કે પોતાના ઘરના વ્યાપાર મુકીને પરનો ઉપકાર કરે. સુદાક્ષિપણાનો અર્થ એવો છે કે પરલાકમાં ઉપકાર થવાનું પ્રયોજન હોય તે દાક્રિયપણે કરવું પણ પાપના કારણને વિષે દાક્ષિણ્યપણું ન કરવું આટલાજ કારણથી દાક્ષિણપણું શબદની પૂર્વ સુ મુકવામાં આવ્યો છે. ૫. સર્વ જગ્યાએ નિંદાને સંત્યાગ કરવા એટલે કે જીવની નિંદા ન કરવી. . ફડા પુરૂષોની લાઘા કરવી છે. આપત્તિ આવે છે તે અતિ દીનપણું ન કરવું. ૮. સંપત્તિ મળે છે તે નમ્રતા કરવી પણ અહંકાર ન કરવો. છે. પ્રસંગ પ્રાપ્ત થયે તે પણ મિત બાલવું અર્થાત કામ પં તેટલું જ બોલવું ૧૦ કોની સાથે વિરોધ કરવા નહી. જે અંગીકાર કર્યું હોય તે બરાબર પાળવું ૧૧. કુળ ઘમનું પાલન કરવું એટલ પિતાના રૂડા કુળાચારને મુકવો નહી. ૧૨. અસત્ય માગે ધનાદિક વાપરવું નહી. ૧૩. યોગ્ય સ્થાનને વિષે નિરંતર સારી ક્રિયા કરવી. ૧૪ સારા કાર્યને વિધ આગ્રહ રાખવો. ૧૫. પ્રમાદનો ત્યાગ કરવા. ૧૬. ધર્મનો બાધ ન આવે એવી રીતે લાકિક વ્યવહારમાં વર્તવું. ૧૦ દરેક જગ્યાએ ઉચિતપણાનું પાલન કરવું. ૧૮ પાતાના પ્રાણ કે આવ્યા હોય તો પણ નિંદિત કામમાં પ્રવૃત્તિ કરવી નહી.
SR No.522015
Book TitleBuddhiprabha 1910 06 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1910
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy