________________
૧૮૪
ગુણદૃષ્ટિ, (લેખક. દેશી. મણીલાલ નભુભાઈ. બી. એ.) मुणा गुणशेष गुणा भवन्ति ते निर्गुणं प्राप्य भवन्ति दोषाः ॥ आस्वायतोयाः प्रभवन्तिनयः समुद्रमासाथ भवन्त्यपेयाः॥१॥
ગુણ જાણનારને ગુણ ગુણરૂપ દેખાય છે, પણ જે નિર્ગુણ છે, જેને ગુણની કદર નથી તેને ગુણો પણ દાપરૂપ ભાસે છે, નદીનું જળ પીવા લાયક હોય છે, પણ સમુદ્રને મળતાં તે ખાવું બને છે અને તેથી અપેચ (ન પીવા લાયક છે. બને છે.
સ્વર્ગનું સુખ તે દૂર રહ્યું, વળી મોક્ષનું સુખ તે તેથી પણ વિશેષ દર છે, પણ જે આ જગતમાં તમારી પાસેજ સુખની ઈચ્છા રાખતા હે તે સુખ સમભાવથી ઉત્પન્ન થતું અલૌકિક સુખ છે, એમ શ્રીમદ્દ થશેવિજયજી અધ્યાત્મ સારમાં લખે છે. સમભાવ એ એવી ઉચ્ચ ભાવના છે, કે જેનું આલંબન લેવાથી દરેક માણસ મેક્ષ સુખ મેળવવાને થોચ થાય છે. સંધ સિરીમાં તેના વિદ્વાન લેખક બહુજ અસરકારક રીતે વિશાળ દષ્ટિથી જણાવે કે કેઇ માણસ શ્વેતાંબર હય, યા દિગંબર હેય, બદ્ધ હેય યા અન્ય કોઈ પણ ધર્મને માનનાર હોય, પણ જેના આત્મામાં સમભાવ જાગૃત થયેલ છે, તે મોક્ષ સુખ મેળવશે, એમાં જરા માત્ર પશુ સં. દેહ નથી. આવો જે સમભાવ તેને મેળવવાને વાતે જે સાધન છે, તેમાં મુખ્ય સાધન ગુણ દષ્ટિ છે.
ગુણદષ્ટિ એટલે ગુરૂનુરાગ, અથવા દરેક વસ્તુના ગુરુ જેવાની વૃત્તિ છે. આ વૃત્તિવાળે પુરૂષ દરેક પ્રસંગમાં, દરેક બનાવમાં, દરેક મનુષ્યમાં, દરેક ધુમમાં સારું શું છે, તે શોધે છે. જ્યાં ગુણ હય, જ્યાં સારું હોય,
જ્યાં હિતકારી હોય, જ્યાં કલ્યાણકારી હોય, ત્યાં તેની દષ્ટિ વળે છે. જે ઉચ્ચ છે તે તરફ તેનો ભાવ તળે છે. તે પિતાના હદયનાં દ્વાર ખુલ્લાં રાખે છે, ગુણ દષ્ટિવાળા પુરૂષ અમર જેવો હોય છે, અને જેમ ભ્રમર દરેક પુષ્પમાંથી સુવાસ જ ગ્રહણ કરે છે, તેવી રીતે આ પુરૂષ પણ દરેક બાબતમાંથી સારૂ તવ ખેંચી લે છે. આથી ઉલટા ગુણવાળાને માંખીની ઉપમા આપવામાં આવે છે. માંખી જેમ ચાંદુ શોધી તેનાપર બેસે છે, તેવી રીતે દેશ