________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બનારસ સેળ કલ્યાણુકેની ભૂમિ
લેખક :-શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસી બનારસ પાસેના સારનાથમાં બૌદ્ધધર્મને “મૂળગંધકુટિવિહાર' આવેલ છે, ત્યાં એક પ્રાચીન સ્તૂપ છે, તેમ જ ખોદકામ કરતાં ઘણી જૂની વસ્તુઓ તેમ જ બુદ્ધ ભગવાનની મૂર્તિઓ નીકળેલી છે, તેનું એક સુંદર મકાનમાં સંગ્રહસ્થાન છે. ગયા વર્ષે અને આ વર્ષમાં ત્યાં સંખ્યાબંધ ભિક્ષુઓનું તેમ જ ભારતની બહારના દેશોમાંથી ઘણા વિદ્વાનોનું આગમન ચાલુ રહ્યું છે. એમાં સરકારે પણ રસ્તાની મરામત આદિ કાર્યોમાં અતિ મોટી રકમની મદદ આપવાથી આજે તે બનારસ યાને કાશીમાં આગંતુ માટે તે એક દર્શનીય સ્થળ બની રહેલ છે. એના આકર્ષણનો છેડો ખ્યાલ આપી, અહીં વર્ષ દહાડે લાખો રૂપિયા ખર્ચતાં જૈન સમાજનું ધ્યાન ખેંચવાને અને આપણી આ મહત્ત્વની કલ્યાણક ભૂમિને દેશકાળના એંધાણ પારખી, એ આકર્ષક બની રહે તેવી રીતે ઉદ્ધાર કરી, જગત સન્મુખ એની મહત્તા રજૂ કરવાની એને પ્રેરણી જન્મે તેમ કરવાનો આશય છે.
જ્યારથી યાત્રિકો માટે સ્પેશિયલ ટ્રેને નીકળવાનું શરૂ થયેલ છે ત્યારથી ગુજરાત, મારવાડ તેમ જ દક્ષિણ આદિ પ્રદેશમાંથી ઠીક સંખ્યામાં યાત્રાળુઓનું આગમન થવા માંડ્યું છે. છતાં દિલગીરી પૂર્વક જણાવવું પડે છે કે પાવાપુરી અને સમેતશિખર જેવા મુખ્ય ધામને બાદ કરતાં, એમના આગમનને યથાર્થ લાભ બીજી કલ્યાણક ભૂમિઓને મળતો નથી. ભારે દોડાદોડથી, અને ગણતરીના કલાકોમાં એમાંની ઘણીખરીની પરિકમ્મા કરી દેવામાં આવે છે, એ પાછળનું રહસ્ય કે ઇતિહાસ જાણવા વિચારવાની બહુ થડા તસ્દી લે છે!
હાલ તે બનારસનો વિચાર કરીએ. એક દૃષ્ટિએ જોતાં અહીં ચાલુ વીસીના ચાર તીર્થપતિઓના સેળ ક૯યાણક થયેલાં છે અને એનું એ કારણે ભારે મહત્ત્વ ગણાય. ભેળપુર નામના પરામાં પુરુષાદાની શ્રી પાર્શ્વનાથ પ્રભુના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન રૂપ ચાર કલ્યાણકે થયાં છે. એ જ મુજબ ભદેનીઘાટમાં સાતમાં શ્રી સુપાર્શ્વનાથના બે તેમજ એની નજિકમાં આવેલ ચાર માઈલ પરની સિંહપુરીમાં અગિયારમાં શ્રી શ્રેયાંસનાથના અને ચૌદ માઈલ દૂર આવેલ ચંદ્રપુરી યાને ચંદ્રાવતીમાં આઠમાં શ્રીચંદ્રપ્રભુના ચાર કલ્યાણક થયેલાં છે. આમ છતાં આપણે જોઈશું તે એ દરેક સ્થળો સાવ સામાન્ય રીતની છે. ચંદ્રપુરી ને ભદૈનીઘાટ તે અટુલા પડથી જેવા ને જર્જરીત દશાવાળા કહી શકાય. ફરતી ધર્મશાળા વચ્ચે આવેલ ભેળપુરનું મંદિર અને સારી સડકના અભાવે એકાદ ખૂણે પડી ગયેલ સિંહપુરી કંઈક વધુ આકર્ષણ ધરાવે છે.
પણ સારનાથના બુદ્ધ દેવાલયનો, એમાં દીવાલ પર આલેખાયેલા ભ૦ બુદ્ધના જીવનપ્રસંગના દર્શક, રમણિય ને કળામય ચિત્રોને તેમ જ ત્યાં વર્તતી શાંતિનો વિચાર કરીએ ત્યારે ઘડીભર લાગે છે કે આપણામાં સાચી ભક્તિ ને યથાર્થ જ્ઞાન છે કે? આ ઉપાસમાં એ
For Private And Personal Use Only