________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર 3 શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨ અને મારી શિખામણ ઉપર એણે પાણી ફેરવી દીધું છે. એટલે હવે તે તરત જ આનો ઈલાજ કરે ઘટે; અને એ ઈલાજ પણ જલદ જ હેય.”
શયાતર “ ભલે ભન્તા જેવી આપની આજ્ઞા! કાલે જ બધા નિર્ચ થેને તાકીદ કરીશું અને છતાં નહીં માને તો તીર્થરૂપ સંઘ તે બેઠે જ છે ને ! કની મજાલ છે, એ સંઘની આણા (આખા)નું ઉત્થાપન કરી શકે, સવાર થાય એટલી જ વાર !”
આર્ય કાલક જરા સ્મિત આણીને બેલ્યો : “ભોળા ભાવિકજન ! જેને મારી શિખા ભણું અને મારી આજ્ઞા અસર નથી કરી શકતી એને સંધ શું કરી શકવાને છે ? એ માર્ગ તે મને કામની સિદ્ધિ થવાને નહીં પણ કલેશની વૃદ્ધિ થવાને જ લાગે છે. આને માટે તે એથી પણ વધુ જલદ ઉપાય શોધ ઘટે. અને એ ઉપાય શિખામણો, આજ્ઞાને, શિક્ષાને નહીં પણ આત્મદમનને, પિતાની જાતને કષ્ટમાં મૂકીને એ પ્રેમની પાવકજવાળાથી શિષ્યના દોષ ભસ્મ કરવાને હશે તો જ એ સફળ થશે. બીજી રીતે આ દોષ દૂર થ અશક્ય છે.”
શાતર તે બિચારે વિચારમાં ગરકાવ થઈને મૂઢની જેમ સાંભળી રહ્યો. એને થયું: આવા સંઘસત્તાનો પ્રશ્નમાં આચાર્ય ભગવાન આભદમનથી પોતાની જાતને કષ્ટમાં મૂકવાની વાત કરતા હતા એને શો અર્થ ? એણે અચકાતાં અચકાતાં પૂછયું : “આચાર્ય દેવ! આ આત્મદમન અને જાતકષ્ટનો માર્ગ એટલે ?”
હું તમને સ્પષ્ટ કહું,” આર્ય કાલકે મક્કમ અવાજે કહ્યું, “ મહાનુભાવ! સાંભળે. મેં મારા મને સાથે નિર્ણય કરી લીધું છે. આ શિષ્યોને શિખામણનો કે ઉપાલંભને એક શબ્દ પણ કહેવાની હવે જરૂર નથી. હવે તે જે કંઈ કરવાનું છે તે મારી જાત ઉપર જ • કરવાનું છે. હું આવતી કાલે જ સુવર્ણભૂમિમાં–જ્યાં મારે પ્રશિષ્ય નિગ્રંથ સાગર શ્રમણ શાસ્ત્રોનું અધ્યયન અને એને પ્રચાર કરીને પિતાની સંયમયાત્રાને સફળ કરે છે અને પ્રવચનની પ્રભાવના કરે છે ત્યાં---વિહાર કરી જઈશ. આવા અનુગના આળસુ અને પ્રમાદપ્રિય શિષ્યોથી સ” !”
શય્યાતર તે સ્તબ્ધ જ બની ગયોઃ “આચાર્ય ભગવાન ! આ વૃદ્ધ ઉંમરે સુવર્ણભૂમિના વિહારને આ સંકલ્પ સેંકડો જોજનને અતિ વિકટ એ પંથ ! ભયાનક જંગલે અને હિંસક પશુઓથી વ્યાપ્ત એ માર્ગ પ્રભુ! આ અવસ્થાએ આવો નિર્ણય ન હોય ! આ તે સમસ્ત સંઘને શિક્ષા કરવા જેવું લેખાય ! ક્ષમા, ગુરુ, ક્ષમા !”
આર્ય કાલકે છેવટની વાત કરી: “મહાનુભાવ! એવી ભાવુકતાથી કામ ન ચાલે. મારે નિર્ણય એ નિર્ણય! નિમિત્તશાસ્ત્રનું મારું જ્ઞાન મને સ્પષ્ટ દર્શાવે છે કે આ દોષને સુધારવાને એક માત્ર આ જ ઇલાજ છે. અને એ ઈલાજનો અમલ કરે એ મારે પરમ ધર્મ છે. મારા શિષ્યો મારી શોધ કરે ત્યારે તમે મૌન સેવજે; અને જ્યારે થાકી-હારીને ખૂબ આગ્રહપૂર્વક તમને પૂછે તે તમે એમને એટલું જ કહેજો કે તમારાથી કંટાળીને તમારા ગુરુ સુવર્ણભૂમિમાં સાગર શ્રમણ પાસે વિહાર કરી ગયા છે”.
શાતર બિચારા શું બોલે ? એ તો ફક્ત “જી' કારે કરીને ભારે હૈયે આયાયની આજ્ઞા શિરોમાન્ય કરી રહ્યો.
* [ જુઓ અનુસંધાન પાના ૫૪ ઉપર]
For Private And Personal Use Only