________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક: ૩-૪] સાચી શિક્ષા
[૫૧ મૂકવાની ત્યાં વાત જ ન હતી. શાસન અને સાધુજીવનના રાહુ સમા આ અનિષ્ટને દૂર ન કરીએ તે આ જ્ઞાન અને આ શક્તિ શા કામનાં ?
અને આર્ય કાલક વધુ વિચારમાં ઊતરી ગયા; જાણે કોઈ અંતિમ મહાનિર્ણયનું મનેમંથન ચાલી રહ્યું હોય એવી ગંભીર રેખાઓ એમના વદન ઉપર અંકિત થઈ રહી. એમણે વિચાર્યું: રેણ પરખાઈ ગયો હતે; હવે તે એને ઈલાજ જ શોધવાને-અજમાવવાનો હતો. અને ઘેરા બનેલા રોગનો ઈલાજ જલદ નહીં હોય તે એ કારગત નીવડવાનો નથી. વધુ આત્મદમન અને પિતાની જાતની વધુ અગ્નિપરીક્ષા એજ એક માત્ર ઈલાજ હતે.
ગગનાંગણમાં સૂર્યનારાયણે પિતાને અંતિમ પ્રકાશ સંકેલી લીધે અને જાણે આચાર્યની ગંભીર વિચારણાને પણ છેડે આવી ગયા. પિતાના મનની બધી ગૂંચ ઉકેલ લાધી ગયા હેય એમ આર્ય કાલકનું મન સ્વસ્થ બની ગયું અને ફરીફર કરતી એમની કાયા સ્થિર બની ગઈ એક ઝરૂખાને ઊંબર પાસે ખડા રહીને આચાર્યો જયારે પથરાતાં અંધારા ઉપર નજર ફેરવી ત્યારે પૂર્ણ સતેલની પ્રતિભાનાં તેજ એમના મુખકમળને વિકસાવી રહ્યાં હતાં.
નિર્ણય થઈ ચૂક્યો હત; એના અમલની જ હવે વાર હતી! માર્ગ સાંપડી ગયો હત; માત્ર પ્રયાણની જ હવે ચિંતા હતી. આર્ય કાલક ધીમે ધીમે પોતાના સ્થાને પહોંચીને આત્મચિતનમાં મગ્ન બની ગયા.
પળ પહેલાં ઘુઘવાટા કરતા સાગર જાણે પ્રશાંત બની ગયો. આત્મધનના મંત્રોના મધુર રે હવામાં ગૂંજવા લાગ્યા.
[૨] રાત્રિના પ્રથમ પ્રહર વીતી ગયું હતું. ધર્માગાર શાંત હતું. સર્વ નિર્ચ તિપિતાના સસ્તારક (પથારી)ની તૈયારી કરતા હતા. આ કાલક પિતાના આસને, અચલ મેની જેમ, સ્થિર બનીને બેઠા હતા, તેઓ કેઈના આગમનની રાહ જોતા હતા.
થોડી વારમાં શય્યાતર (ઉપાશ્રયને માલિક કે વ્યવસ્થાપક) આવી પહોંચે અને આદરપૂર્વક નિકાલ-વંદના કરી આચાર્યની સમીપે બેઠો.
આર્ય કાલકે ધર્મલાભના આશીર્વાદ આપી, શાતરને સાગર સમા ધીર-ગંભીર ભાવે પિતાને નિર્ણય કહેવા માંડયો. શય્યાતર વિનીતભાવે આચાર્યની વાણી ઝીલી રહ્યો.
- કલિક બોલ્યાઃ “મહાનુભાવ! તમે જાણે છે, અને કદાચ ન જાણતા હો તે પણ મને ખાતરી થઈ છે, કે મારા આ શિષ્ય પ્રમત્ત બનીને અનુગ (શાસ્ત્ર)ના પઠન, મનન, ચિંતન પ્રત્યે ઉપેક્ષાભાવ સેવતા થયા છે. આમાં હું મારા શિષ્યોનું અકલ્યાણ, શાસનની હાની અને મારા ગુરુપદની હીણપત સ્પષ્ટ જોઉં છું. આ તે કેવળ વિનાશને જ માર્ગ છે. એ માર્ગનું તે શીધ્રાતિશીધ્ર છેદન જે કરવું ઘટે.”
શાતર ભક્તિભાવે છે : “ભગવાન, આપનું કહેવું સત્ય છે. આવતી કાલે જ આ ઉપાય યોજીશું.”
આચાર્ય “આ દેખ તે બહુ ઊંડે ઊતરી ગયા છે. કેટલાય દિવસોની મારી મહેનત
For Private And Personal Use Only