________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦]
શ્રી. જૈન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨
એ છે શ્રમણશ્રેષ્ઠ, સાહસથર મહાજ્ઞાની આચાર્ય આર્ય કાલક, પડછંદ કાયા, ભવ્ય લલાટ, આાન બાહુ, સુડાળ નાસિકા અને ગૌર વર્ણના તેજપુ ંજથી કાંતિમાન લાગતા એ પુરુષને નિહાળ્યા જ કરીએ, નીરખ્યા જ કરીએ, જાણે આંખામાં જ સદાને માટે સમાવી લઈએ ! શું એની ભવ્યતા અને શું એને પ્રભાવ ! યૌવનના તરવરાટને શમાવી લઈ ને અને પ્રૌઢાવસ્થાના આવેગનું પાન કરી લઇ ને વાકયની ગરિમાથી આપતી એ કાયા જાણે, સ્થિર પુરુષાર્થના પૂજ સમી ભાસતી હતી.
શ્રમણુસંધના અધિનાયક આ કાલકના જીવનની સાથે ઇતિહાસની કેવી કેવી ગાથાઓ વણાયેલી હતી ! અરે, ખીજાં તે ફીક, એકલી ઉજ્જૈની નગરીને એને ઇતિહાસ પૂછે અને એ હૈયું થંભી જાય એવી આપવીતીની સાહસકથા સંભળાવે છે! રાજ તેા ઉજ્જૈનીમાં ગમે તેવું પ્રવર્તતું હાય, પણ લેાકહ્રદયના સ્વામી તે આર્યં કાલક જ હતા. તે એ નિન્દ્ હતા, અકિંચન, અણુગાર–ધનદોલત કે ધર્માર વગરના એક સાધુ પણ જાણે સર્વત્ર એમનું અચલ સામ્રાજ્ય પ્રવર્તતું હતું. પણ હવે જવા દો ઇતિહાસની એ લાંખી ગૌરવકથા !
આવા પુરુષસંહ સમા આ કાલકનું ચિત્ત આજે ચિંતામગ્ન બન્યું છે, એ ચિંતામાં શાસનના ધર્મના ભવિષ્યની વિચારણાના ભાર ભર્યો છે અને એ ભાર એમના તનને અને મનને બેચેન બનાવી રહ્યો છે.
તેઓ વિચારે છે : ધર્મની ધુરાનો ભાર જેમને વહન કરવાના છે તે શ્રમણેા–અણગારે જો જ્ઞાનથી સમૃદ્ધ અને ચારિત્રથી શાભાયમાન નહીં" હાય તે। શાસનનું ભાવિ ઉજ્જવળ નથી રહેવાનું ! જ્ઞાનમાં કંગાલ માનવીને ચારિત્રની સપત્તિ મળવી અશકય છે, જ્ઞાન તેા ચારિત્રના– જીવનશુદ્ધિના રાજમાર્ગને અજવાળનાર પ્રદીપ છે. એ પ્રદીપને ખોઈ બેસનાર માનવીનું જીવન અંધકારથી જ વ્યાપ્ત બની જવાનું. અને જો શ્રમણા આવા અધકારના જ ભોગ બન્યા તો પછી શાસનની પ્રભાવનાની વાત જ કયાં કરવાની રહી!
આ કાલકની વિચારમાળા પળભર થંભી જાય છે; જાણે કૈ દુઃખકર ભાવિના વિચારના ભાર એમના અંતરને થભાવી દે છે. એમની ચિંતા વધુ ઘેરી બને છે; અને જાણે પોતાના મનની વાત વધુ સ્પષ્ટ થતી હાય એમ તેઓ વિચારે છે અન્ય અણુગારા કે શ્રમણાની વાત શું કરવી? આ મારા પાતાના જ શિષ્યાને જુએ ને ! શાસનની રક્ષા અને એમના કલ્યાણ માટે હું કેટકેટલા અનુયોગા ( શાસ્ત્રબ્યાખ્યા )ની રચના કરું છું અને કેટકેટલા અનુયેગા એમની આગળ સરળતાપૂર્વક સ્ફુટ કરું છું! પણ છે કે તે એનું ગ્રહણ કરવાની–એને સમજવાની લેશ પણ દરકાર! આ તો “ તમે કહેતા ભલા, અને અમે સાંભળતા ભલા'ની જેમ જાણે બધું - પથ્થર ઉપર પાણી !'' ભગવાનને ધર્મમાર્ગ તે પલકવારનેય પ્રમાદ કરવાની ના ફરમાવે છે; અને આ તો બધા જાણે આળસમાં જ ખૂડ્યાં છે! આ આળસ અને આ પ્રમાદ જો ચાલુ રહે તો સયમજીવન અને શાસન બન્નેના હાસ થાય. બળતા ધરની જેમ, સગી આંખે આવા હાસ થતા જોયા પછી નિષ્ક્રિય બનીને ખેસી રહેવું એ તો બને જ કેમ ? ધરમાં ભરીંગના પ્રવેશ જોયા પછી શાંત રહી શકાય ખરું? પણ આના ઉપાય શું કરો ?
અને આચાર્ય વધુ અંતર્મુખ બની ગયા.
આર્ય કાલક જેટલા વિચારશીલ પુરુષ હતા તેથીય વધુ એ ક્રિયાશીલ પુરુષ હતા. એક વાતના કર્તવ્ય દ્વાર પકડાયા એટલે એને છેડે લીધે જ છુટકા; માત્ર વિચાર કરીને વાત પડતી
For Private And Personal Use Only