________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કોન સત્ય પ્રકાશ
[વર્ષ : ૨૨ ભરેલું અને પચાવેલું નયને ચઢે છે. કળામય એક જ પ્રતિમા કેવું આકર્ષણ જન્માવે છે? ઘેડા સામાન્ય દીપક અને કળામય રીતે ચઢાવેલ શૈડાં પુષ્પો કે ભાવ પેદા કરે છે ! પેલા ચિત્રો ચક્ષુ આગળ સારાયે તેમના જીવન અને કવનને ચિતાર રજૂ કરે છે. એથી હૃદયમાં જે ભાવે હીલોળે ચઢે છે તે વર્ણવી શકાય તેવા નથી દેતાં એ અનુભવને વિષય છે. આપણી ઉપર વર્ણવેલી કલ્યાણક ભૂમિઓમાં પણ આ જાતનું વાતાવરણ સર્જવાની ખાસ અગત્ય છે. આજે જે સામગ્રી તેમ જ સાધનોની બેદરકારી ભરી ગોઠવણ દષ્ટિગોચર થાય છે એનાથી જે નિવૃત્તિપૂર્ણ ભાવ જન્માવવાની વૃત્તિ જરૂરી છે તે સંભવિત બની શકતી નથી. આપણી ક૯યાણક ભૂમિઓ આજના યુગમાં કેવા પ્રકારની હોવી ઘટે તેમ જ યાત્રિકોએ અહીંની સ્પર્શના કેવી રીતે કરવી જરૂરી છે તેને વિચાર કરવો આવશ્યક છે તે હવે પછી કરીશું.
(અપૂર્ણ)
કિંપાકનાં ફળો સ્વાદમાં મધુર લાગે છે તેમ જ રૂપે-રંગે પણ મનહર દેખાય છે; પરંતુ જ્યારે તેમને ખાવામાં આવે છે અને તેમની પૂરેપૂરી અસર શરીર ઉપર થાય છે, ત્યારે તે જ રૂપાળાં અને મીઠાં ફળો જીવનને નાશ કરી નાખે છે. એ જ પરિણામ કામગોની બાબતમાં પણ સમજી લેવાનું છે. ભગવતી વખતે તે કામ મધુર, મધુરતર અને મધુરતમ લાગે છે, પણ પરિણામે એટલે જ્યારે તેની પૂરેપૂરી અસર આત્મા ઉપર થાય છે ત્યારે તે જ મધુર કામભાગે આત્માને, કુટુંબને અને સમાજને તે ઠીક પણ સમગ્ર વિશ્વનેય સંહાર કરી નાખે છે.
–મહાવીર વાણી
[ અનુસંધાન પાના પર નું ચાલુ) એને આશ્વાસન આપતા હોય એમ આર્ય કાલકે કહ્યું: “મહાનુભાવ! આમાં શેય કરશે નહિ, દુઃખ લગાડશે નહિ. આ તે ધર્મને માર્ગ છે; અને તમે નક્કી માનો કે એથી છેવટે આ શિષ્યનું કલ્યાણ અને શાસનની પ્રભાવના જ થવાની છે.”
શયાતરના મન ઉપર તો જાણે હિમાલયને બોજ પડી ગયો, પણ આર્ય કાલકનું મન તે કર્તવ્યને માર્ગ સ્વીકાર્યાના પરમ સંતોષથી પ્રફુલ્લ હતું. ઉજ્જૈનના એક જુલ્મી રાજાને શિક્ષા કરવાને માટે પારસકુલ (ઈરાન) સુધી પ્રવાસ ખેડનાર આચાર્યને મન પિતાના શિષ્યોને સુધારવા માટે સુવર્ણભૂમિને સેંકડે જોજનને વિકટ પ્રવાસ પણ જાણે રમતની જ વાત બની ગયા હતા.
અને એ જ રાત્રે, જ્યારે ધર્માગારના બધા નિગ્રંથ અને ઉજૈની નગરીનાં નર-નારીઓ ગાઢ નિદ્રામાં પિટ્યાં હતાં ત્યારે, આર્ય કાલક સુવર્ણભૂમિ પ્રત્યે વિહાર કરતા હતા. આકાશના અરીસા સમો ચંદ્ર, રૂ૫ રેલાવતી ચાંદની અને ખૂક દીવડા સમા મબલખ તારલિયા આ કઠોર કર્તવ્ય પરાયણતાનાં સાક્ષી બની, આચાર્યના પંથમાં જાણે હર્ષનાં પુષે પાથરી રહ્યાં હતાં.
(અપૂર્ણ)
For Private And Personal Use Only